ગુજરાતના દરિયાઇ ટાપુઓ પર હવે ગોવા-લક્ષદ્વીપ જેવી મોજ માણવા મળશે, જાણો
ગુજરાતીઓ હરવા અને ફરવાના ખૂબ જ શોખીન છે. કશ્મીરથી લઈને કન્યાકુમારી અને આસપાસના ટાપુઓ પર પણ રજાઓને માણવા માટે ગુજ્જુઓ ખૂબ જ ફરતા રહેતા હોય છે. ગોવા અને લક્ષદ્વીપ તથા અંદમાન નિકોબાર ટાપુઓ પર પણ ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળતી હોય છે. હવે ગુજરાતના દરિયાકાંઠા નજીક આવેલા ટાપુઓને પણ પ્રવાસીઓ માટે વિકસાવવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે.

ગુજરાતીઓ હરવા અને ફરવા માટે ખૂબ જ શોખીન હોવાને લઈ જાણીતા છે. દેશ અને વિદેશના પર્યટન સ્થળ પર કોઇ ગુજરાતી હાજર જોવા ના મળે તો નવાઇ લાગે. કાશ્મીર હોય કે કેરળ કે પછી પૂર્વોત્તરના રાજ્યો હોય કે, ભારતીય દ્વીપ સમૂહો, ગુજરાતીઓની હાજરી અચૂક હોય છે. હવે ગુજરાતીઓના પ્રવાસની યાદીમાં દ્વીપોની મુલાકાતના સ્થળોને જોઈ ગુજરાતી દરિયાઈ કાંઠા નજીક આવેલા દ્વીપોનો વિકાસ હાથ ધરવામાં આવશે. ડેવલપમેન્ટ બાદ ગુજરાતના જ ટાપુઓ પર પ્રવાસીઓ વેકેશનની મોજ માણી શકશે. ગુજરાતના સાગર કાંઠા વિસ્તારમાં દ્વીપ આવેલા છે. જેનો હવે વિકાસ હાથ ઘરવામાં આવનાર છે. જ્યાં હવે અંદમાન, નિકોબાર, ગોવા અને લક્ષદ્વીપ સહિતના વિસ્તારોમાં જે રીતે વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે એવો જ પર્યટન વિકાસ હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત સરકાર છેલ્લા ચાર પાંચ વર્ષથી આ બાબતને રસ પૂર્વક હાથ પર લઈ...