પૂર્વ MLA અને ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર આગેવાન મહેન્દ્રસિંહ બારીયાનુ કોંગ્રેસમાંથી રાજીનામુ,સોમવારે ભાજપમાં જોડાશે
રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને રાજીનામુ મોકલી આપીને 25 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસ (Congress) માં રહ્યા બાદ અલગ થવા માટે કોંગ્રેસમાં આંતરીક વિખવાદ અને પરીવારવાદની નીતીનુ કારણ દર્શાવ્યુ.

ઉત્તર ગુજરાત (North Gujarat) માં વધુ એક ઝટકો ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારીયા (Mahendrasinh Baraiya) ના રુપમાં કોંગ્રેસને લાગ્યો છે. મહેન્દ્રસિંહ બારીયા એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને સંબોધીને પોતાનુ રાજીનામુ મોકલી આપ્યુ છે. આઆ ઉપરાં તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માને પણ મોકલી આપ્યુ હતુ. રવિવારે પ્રાંતિજમાં તેઓએ વિસ્તારના આગેવાનો સાથે આ મામલે ચર્ચા પણ કરી હતી.
કોંગ્રેસને માટે વિધાનસભાની ચુંટણી પહેલા જ એક બાદ એક મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. મહત્વના આગેવાનો અને નેતાઓનો સાથ હવે કોંગ્રેસથી છુટતો જઈ રહ્યો છે. આ માટે રાજીનામા સાથે નેતાઓ નેતાઓના આંતરીક વિખવાદ અને પરીવારવાદ સહિતની સમસ્યાઓ પણ જણાવી રહ્યા છે. મહેન્દ્રસિંહ બારીયાએ પણ પોતાના રાજીનામામાં જણાવ્યુ છે કે, આંતરીક વિખવાદ અને પરીવારવાદની નીતીને લઈ પોતે પક્ષથી અલગ થઈ રહ્યા છે. તેઓ 254 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. પાયાના કાર્યકર તરીકે 18 વર્ષની ઉંમરથી કોંગ્રેસ માટે કામ કરવાની શરુઆત કરી હતી. તેઓ જિલ્લા પંચાયત અને વિધાનસભા સુધી સફર ખેડી હતી. આ ઉપરાંત તેઓને કોંગ્રેસના નેશનલ ડેલીગેટ તરીકે પણ સ્થાન મળ્યુ હતુ.
સોમવારે મહેન્દ્રસિંહ બારૈયા મોટી સંખ્યામાં પ્રાંતિજ તલોદથી વિશાળ રેલી સાથે ગાંધીનગર પહોંચશે. જ્યાં તેઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના હાથે કેસરી ખેસ ધારણ કરશે. ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ. કે હું પક્ષમાં કાર્યકર તરીકે ભાજપ માટે કામ કરીશ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોની પ્રેરણા મને ખૂબ છે અને એ મુજબ સ્થાનિક લોકોને વિકાસ માટે સતત આગળ રહી કાર્ય કરીશ.
મહત્વના આગેવાન તરીકે ઉભર્યા
ક્ષત્રિય ઠાકોર આગેવાન તરીકે ઉભર્યા હોવાને લઈ તેઓને સાબરકાંઠા, અરવલ્લીમાં ઘરેલુ વાતાવરણને પક્ષ માટે મજબૂત બનાવવા માટે કોંગ્રેસ તરફથી સતત જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવતી હતી. તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ લાંબો સમય સુધી જિલ્લા પ્રભારી તરીકે નિમવામા આવ્યા હતા. આ દરમિયાન તેઓએ સામા પવને ચુંટણીઓમાં પ્રભારી તરીકે પોતાની સોગઠા ગોઠવાની રાજકીય સમજ દર્શાવતા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસની નજરમાં વધુ મજબૂત થયા હતા. પરંતુ ત્યાર બાદ થી તેઓને કેટલાક નેતાઓના આંતરીક વિખવાદ અને તેમની પર ઈર્ષાવૃત્તીના તીર તાકવામાં આવતા એક બાદ એક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આવાજ કારણે એક પ્રદેશના નેતાના નિકટનાને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં રહીને પરેશાન કરવા માટે સતત આગળ કરવામાં આવતા શીતયુદ્ધ શરુ થયુ હતુ અને જે અંતે મજબૂત નેતાને પોતાનાથી દૂર થવા મજબૂર કરી દીધા છે.