Navsari : ગુજરાતને “વાંચે ગુજરાત” પ્રોજેક્ટની ભેટ આપી વાંચનભૂખ જગાડનાર નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરીને 7 મી વખત ગુજરાતની શ્રેષ્ઠ લાયબ્રેરીનો એવોર્ડ એનાયત
દેશ અને દુનિયાએ તમામ ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી છે એના મૂળમાં શિક્ષણ મહત્વનો પાયો છે. વિકસતી ટેકનોલોજી અને સૂર્ય તથા ચંદ્ર પર પહોંચીને સંશોધનો સુધી પહોંચવામાં શિક્ષણ અને સંસ્કૃતિનો મોટો સિંહ ફાળો છે. ત્યારે શિક્ષણથી વંચિત કેમ રહી શકાય. નવસારી શહેરમાં 125 વર્ષ પહેલા સ્થપાયેલી સયાજી વૈભવ લાઇબ્રેરી આજે નવસારી સહિત સમગ્ર ગુજરાત માટે વાંચન ધામ બની ગયું છે. જેને 7 મી વખત ગુજરાતની શ્રેષ્ઠ લાયબ્રેરીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
ગુજરાતને ‘વાંચે ગુજરાત’ જેવા પ્રોજેક્ટ આપીને સમગ્ર ગુજરાતના લોકોમાં વાંચનની ભૂખ જગાડી હતી. જેનાથી શિક્ષણ સાહિત્ય નાટ્ય કલા જેવા વિવિધ ક્ષેત્રોને વણી લેતા વિભાગો માટે મહત્વનું બની ગયું છે એ વાંચન છે. જે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ ગુજરાતને ભેટ આપી હતી અને વાંચનનું મહત્વ સમજાવતા વિવિધ વક્તવ્યો પણ આપ્યા હતા.
સયાજીરાવ ગાયકવાડના સમયથી શરૂ થયેલી વાંચન યાત્રા આજે એક મોટું વટ વૃક્ષ બનીને નવસારી શહેરને શિક્ષણ પ્રત્યે સજાગતા અને વાંચનનું મહત્વ સમજાવતા વિવિધ પ્રોજેક્ટ શહેરને બક્ષિસ સ્વરૂપે આપ્યા છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ લાઇબ્રેરીના એવોર્ડ આપવામાં આવે છે જેમાં શહેરી ગ્રામ્ય અને મહાનગર કક્ષાએ આપવામાં આવતા એવોર્ડમાં નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીને શહેરી વિસ્તારની શ્રેષ્ઠ લાયબ્રેરી નો સાતમી વખત એવોર્ડ મળ્યો છે.
અહીં 11 ભાષાઓના પુસ્તકો ઉપલબ્ધ
નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં વૈભવી પુસ્તકાલય અને પુસ્તકો વાંચકો માટે જ્ઞાનધામ બની ગયું છે. 11 ભાષાના પુસ્તકો સયાજી વૈભવ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે, જેમાં હિન્દી તમિલ સંસ્કૃત, બંગાળી, મલયાલમ, ઉર્દુ, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, સિંધી અને ઉર્દુ ભાષાના 147,672 પુસ્તકો ઉપલબ્ધ છે સંસ્કૃત ભાષાના 608 અલગભ્ય પુસ્તકો પણ લાઇબ્રેરીમાં સાચવી રાખવામાં આવ્યા છે.
સૌથી વધુ બાળ પુસ્તક વાચકો
સયાજી વૈભવ લાયબ્રેરીમાં 12,826 જેટલા સભ્યો છે જેમાંથી 2483 મહિલા સભ્યો, 3950 પુરુષ સભ્યો અને સૌથી વધુ બાળ વાચકો છે જેની સંખ્યા 6993 છે 2000 ની સાલમાં શાળા કક્ષાએ બાળકોમાં વાંચન ભૂખ ઝગડવા માટેનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેના પરિપાક સ્વરૂપે સયાજી વૈભવ લાયબ્રેરીમાં સૌથી વધુ બાળકો આવતા થયા છે અને વાંચન કરતા થયા છે. અહીં બાળકો માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે વેકેશન દરમિયાન બાળકો માટે વિશેષ વાંચન વર્ગો અને વિશેષ શત્રુ દ્વારા બાળ ઘડતરના પ્રયોગો પણ હાથ ધરવામાં આવે છે.
સયાજી વૈભવ લાઇબ્રેરીની પુસ્તકાલયની વિશેષતાઓ
- સંસ્થામાં બાળ વાચક સભ્યો ધરાવે છે
- પુસ્તકાલય ક્યારેય બંધ રહેતું નથી
- સભ્યો માટે ટેલિફોનિક રિન્યુઅલ વ્યવસ્થા
- પુસ્તક રિઝર્વેશન પદ્ધતિ
- વિશેષ વાંચન સુવિધા
- વિશ્વગ્રામ ઇન્ટરનેટ સેવા
- ફોટો કોપી સંદર્ભ પુસ્તક સેવા
- પુસ્તક લોન સેવા
- હરકિર્દી માર્ગદર્શન સેમિનાર
- લાઇબ્રેરીનું કોમ્પ્યુટરાઈઝેશન
- પુસ્તક પરબ સેવા જેમાં વિવિધ ગ્રુપોમાં પુસ્તકોના નામો અને લેખકોના નામો ઉપલબ્ધ કરાવે છે
સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા 125 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં મહત્વના રામાયણ મહાભારત તથા ગીતા જેવા પુસ્તકો અને ગ્રંથો પર વિવેચનાત્મક ચર્ચાઓ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા શાળાઓનો સંપર્ક કરીને બાળકો માટે રમતની સાથે વાંચન અને વિવિધ પુસ્તકો બાબતે જાગૃતિ લાવવાનો છે. કલા સાહિત્ય અને નાટ્ય ક્ષેત્રે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરનાર હસ્તિઓનું મહિનામાં એક વખત જાણવા જેવો માણસ કાર્યક્રમ યોજીને તેમના અનુભવોનું કથન યુવાઓ માટે પુસ્તક પરિચય જેવા કાર્યક્રમો યોજીને જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચો : Navsari: મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંધાવેલી 19મી સદીની પાણીની પરબો હજુ પણ અડીખમ
સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા પોતાના facebook પેજ અને youtube ચેનલ પર પોતાના કાર્યક્રમોનું પ્રસારણ પણ કરવામાં આવે છે. sayaji vaibhav facebook પેજ પર પોતાના તમામ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવે છે. આભાસી કાર્યક્રમ યોજીને પણ પુસ્તક વાંચન અને પુસ્તકોની જાગૃતિ બાબતે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
સયાજી વૈભવ લાઇબ્રેરીને સફળતાના અસર કરવામાં શહેરના શ્રેષ્ઠ એવા સ્વ મહાદેવ દેસાઈના વાંચનનું મહત્વ સયાજી વૈભવ લાઇબ્રેરીએ નવસારીના શહેરીજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે સાથે વાંચે ગુજરાત જેવા કાર્યક્રમો અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વાંચન ભૂખ જગાડી છે ત્યારે સયાજી વૈભવ લાઇબ્રેરી હજુ પણ નાના બાળકોમાં વધુ વાંચન ભૂખ જગાડવા માટેના પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે.