Navsari: મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંધાવેલી 19મી સદીની પાણીની પરબો હજુ પણ અડીખમ
ગાયકવાડી સ્ટેટ ગણાતા નવસારી શહેરે વિવિધ સુવિધાઓ 19મી સદીમાં જ પ્રાપ્ત કરી લીધી હતી. નવસારી શહેરમાં પીવાના પાણી મુદ્દે સયાજી ગાયકવાડ ખૂબ ગંભીર હતા. તમામ લોકોને પીવાનું પાણી મફતમાં અને સરળતાથી મળી રહે તેના માટે નવસારી શહેરમાં અલાયદો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
Navsari : વર્ષ 1800માં બરોડા સ્ટેટના મહારાજા સયાજી ગાયકવાડ (Maharaja Sayaji Gaikwad) પ્રજા પ્રેમી અને માનવીય ધર્મની ભાવીને જનહિતના કામો કરીને માનવ કલ્યાણ માટે તેમની વિચારધારા આજે પણ વખાણાય છે. ગાયકવાડી સ્ટેટ ગણાતા નવસારી શહેરે વિવિધ સુવિધાઓ 19મી સદીમાં જ પ્રાપ્ત કરી લીધી હતી.
નવસારી શહેરમાં પીવાના પાણી મુદ્દે સયાજી ગાયકવાડ ખૂબ ગંભીર હતા. તમામ લોકોને પીવાનું પાણી મફતમાં અને સરળતાથી મળી રહે તેના માટે નવસારી શહેરમાં અલાયદો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-Anand: ટાઉન પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા, 2 લાખ રુપિયાની માગી હતી લાંચ, જુઓ Video
મહારાજા સયાજી ગાયકવાડે માનવ વસ્તી નજીક વાવ બંધાવી હતી અને વાવની સાથે શહેરી વિસ્તારોમાં પાણીની ટાંકીઓ બંધાવી હતી. 2000 લીટર પાણી સમાઈ શકે એવી પાણીની ટાંકીઓ આજે પાલિકા ઉપયોગમાં નથી લેતું, પરંતુ આજે પણ અડીખમ મજબૂતાઈથી શહેરના નાકા ઉપર ટાંકીઓ ઊભી છે. સયાજીરાવ ગાયકવાડે ઘરો નજીક પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરી હતી.
સયાજીરાવ ગાયકવાડે જન હિતમાં લોકોના ઘરો અને મહિલાઓમાં જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટેની વ્યવસ્થાઓ કરી હતી. જેમાં સામુહિક રીતે એક જ જગ્યાએ લોકો ભેગા થઈને પાણી ભરે તેવી વ્યવસ્થા કરી હતી, જેમાં રજવાડી પ્રકારના નળ મુક્યા હતા. એક અંદાજ મુજબ 1800ની સાલમાં નવસારી શહેરની વસ્તી પાંચ હજાર જેટલી હતી પારસીઓએ વિકસાવી હતી. જેમાં ગાયકવાડ રાજા દ્વારા પ્રજાને ઘર આંગણે પાણીની પરબો બનાવી આપી હતી.
શ્રેષ્ઠીઓ પાણીની પરબો બનાવી ધન્યતા અનુભવતા હતા
પહેલાના જમાનામાં લોકો સેવા અર્થે પાણીની પરબો બંધાવતા હતા. તે સમયે વાહન વ્યવહારનો સદંતર અભાવ હતો. તે સમયે મોટા ભાગે લોકો પગપાળા પહોંચવાનું પસંદ કરતા હતા.ત્યારે તડકામાં લોકોની તરસ છીપાવવા માટે પાણીની પરબ બંધાવી આપવી એ સામાજિક ઉત્તરદાયિત્વ ગણાતું હતુ.
આ સાથે જ પૂર્ણ અને અંબિકા નદી ધરાવતા નવસારી શહેરમાં તળાવ પણ મોટી સંખ્યામાં હતા નાના મોટા તળાવોની સાથે લોકો કપડા ધોવા માટે સરળતાથી જઈ શકે એના માટે સયાજીરાવ ગાયકવાડ સમયે ઓવરાઓ બનાવવામાં આવ્યા હતા. જ્યાં મહિલાઓ એક સાથે ભેગી મળીને કપડાં ધોતી હતી. જેમાં સામાજિક સુરક્ષાનો ભાવ સંકળાયેલો હતો.
(ઈનપુટ ક્રેડિટ : નિલેશ ગામીત)