Mehsana: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનાં હસ્તે 2 ધનવન્તરી રથનું લોકાર્પણ, શ્રમિક પરિવારોને થશે ફાયદો
ઉલ્લેખનીય છે કે આ ધન્વન્તરિ રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પડાશે.

મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નવા બે ધનવન્તરી રથનું વિસનગરની જી.ડી. હોસ્પિટલ ખાતેથી લોકાર્પણ કર્યું હતું. આ અવસરે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે,આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ ધનવન્તરી રથનાં લોકાર્પણથી શ્રમિક પરિવારોને લાભ થશે. તેના થકી શ્રમિક તંદુરસ્ત બનશે. તંદુરસ્ત શ્રમિક હશે તો જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે અને તેના થકી અંતે તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણમાં શક્ય બનશે.
બે ધનવન્તરી રથ પૈકી એક વીસનગર ખાતે તથા એક કડી ખાતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વિભાગ અને EMRI GREEN HEALTH SERVICE નાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ધન્વન્તરિ રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પડાશે.
જેમાં શ્રમિકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન, જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. બાંધકામ શ્રમિકોને વિના મૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ-નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે તબીબી સેવાઓ જેવી કે તાવ, ઝાડા, ઉલટીની સારવાર, ચામડીનાં રોગો ની સારવાર, સામાન્ય રોગોની સારવાર, રેફરલ સેવા,નાના બાળકોની સારવાર,સગર્ભા માતાની પ્રાથમિક તપાસ,ઉપરાંત લેબોરેટરી જેમાં હિમોગ્લબિનની તપાસ,મલેરીયાની તપાસ,પેશાબની તપાસ,લોહીમાં સુગરની તપાસ,પ્રગનેન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ,જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અમિત કાપડિયા, જીલ્લા પંચાયતના પ્રમુખ, વિસનગર નગરપાલિકાના પ્રમુખ, જી.ડી. હોસ્પીટલના સ્ટાફ કર્મીઓ વગેરે હાજર રહ્યા હતા.