AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: 17 ફેબ્રુઆરીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કડાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો કરાવશે પ્રારંભ

Mehsana: સુજલામ સુફલામ જળ અભિયાન 2023 અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 17 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે કડાથી પ્રારંભ કરાવશે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર એન નાગરાજનના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

Mehsana: 17 ફેબ્રુઆરીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કડાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો કરાવશે પ્રારંભ
મહેસાણા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક
Manish Mistri
| Edited By: | Updated on: Feb 16, 2023 | 8:40 PM
Share

સુજલામ સુફલામ જળ અભિયાન 2023 ને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 17 ફેબ્રુઆરી શુક્રવારે સવારે 09-00 કલાકે કડાથી પ્રારંભ કરાવનાર છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામા આવી હતી. જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાનથી નાગિરકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે સૌના સાથ,સૌના વિકાસથી કામ કરીએ તે જરૂરી છે.

આ અભિયાનમાં તળાવ – ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે જનતાના સ્વાસ્થ્યને અસર કરતી ટાંકી, સંપ, પાણી-ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. જે કામગીરી ચીવટપુર્વક થાય તે માટે જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018થી શરૂ થયેલું “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ દર વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં આ અભિયાન 17 ફેબ્રુઆરીથી 31 મે સુધી ચાલવાનુ છે. આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ  થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીઓએ કામ કરવું જોઈએ તેમ જિલ્લા કલેકટર જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું.

આ પણ વાંચો: Rajkot : ઉનાળાને ધ્યાનમાં રાખીને ટાંકી અને વોટર સંપની કરાશે સાફ સફાઈ, સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠકમાં લેવાયો નિર્ણય

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ સુજલામ સુફલામ જળ અભિયાન–2023ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ આ અભિયાન મહત્તમ લોક ભાગીદારી સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ ઓમ પ્રકાશ નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી સુજલામ સુફલામ જળ અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યુ છે. આ બેઠકમાં જિલ્લા કલેકટરે સુજલામ સુફલામ જળ અભિયાન– 2023ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">