Kutch: ભુ-માફીયાઓએ અભયારણ્ય પણ ન છોડ્યુ, ધુડખર અભયારણ્યમાં કબજો મેળવવા વનવિભાગની મોટી કાર્યવાહી
ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગ જેવા કડક કાયદાઓ છતા જાણે ભુ-માફીયાઓને કોઇનો ડર જ ન હોય તેમ શહેરી વિસ્તારોમાં તો બેરોકટોક દબાણો થઇ રહ્યા છે. પરંતુ હવે કચ્છના નાનુ રણ પણ જાણે સુરક્ષીત નથી. આ અગાઉ પણ પર્યાવરણ સાથે રણની જમીન પર ગેરકાયદેસર કબ્જાના અનેક મામલા સામે આવ્યા છે
ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગ જેવા કડક કાયદાઓ છતા જાણે ભુ-માફીયાઓને કોઇનો ડર જ ન હોય તેમ શહેરી વિસ્તારોમાં તો બેરોકટોક દબાણો થઇ રહ્યા છે. પરંતુ હવે કચ્છના નાનુ રણ પણ જાણે સુરક્ષિત નથી. આ અગાઉ પણ પર્યાવરણ સાથે રણની જમીન પર ગેરકાયદેસર કબ્જાના અનેક મામલા સામે આવ્યા છે ત્યારે આડેસર નજીકના ધુડખર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર જમીન પર કબ્જો કરી મીઠાના અગરો માટે ખોદકામ શરૂ કરનાર શખ્સો સામે વનવિભાગે મોટી કાર્યવાહી કરી છે.
એક સપ્તાહ પહેલા જ આ રણ વિસ્તારમાં જમીન માફીયાઓ ખુલ્લા હથિયારો સાથે વિડીયોમાં કેદ થઇ ગયા હતા. જો કે તેમની સામે હજુ કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી પરંતુ વનવિભાગે મોડી રાત્રે અભયારણ્ય વિસ્તારમાં દરોડો પાડી 77 લાખથી વધુના સાધનો સાથે 9 શખ્સોને અટકમાં લીધા છે. જો કે હજુ પણ આવા રક્ષીત વિસ્તારોમાં મોટુ દબાણ છે જે દુર થાય તેવી આશા સેવાઇ રહી છે.
વનવિભાગે વિવિધ સાધનો જપ્ત કર્યા
આડેસર રેન્જમાં આવાતા ધુડખર અભયારણ્ય વિસ્તારમાં ગઇકાલે પોલિસની મદદથી વનવિભાગ ધાંગ્રધા દ્રારા કાર્યવાહી હાથ ધરાઇ હતી અને રણ વિસ્તારમાં ગેરકાયદેસર મીઠાના અગરો તૈયાર કરવાની પેરવી કરતા શખ્સોના સાધનો જપ્ત કર્યા હતા. જેમાં 17 ટ્રેક્ટર, 3 બાઇક તથા અન્ય મશીનરી સાથે 9 શખ્સોની અટકાયત કરી છે. તેવુ વનવિભાગ આડેસરના એન્જ ફોરેસ્ટ ઓફીસર એસ. એસ. સારલાએ જણાવ્યુ હતું. ભુ-માફીયા દ્રારા કાનમેર ફુલપરા સહિતના અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા રણમા ગેરકાયદેસર રીતે માટીનો પાળો બનાવતા ખનીજ ચોરી સાથે પાળ બાંધવાનુ કામ કરાઇ રહ્યુ હતુ જેથી ધ્રાંગધા,આંડેસર સહિત આસપાસની વનવિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કામગીરી કરી હતી.
મીઠા ઉત્પાદનનુ કચ્છ હબ ગણાય છે
મીઠા ઉત્પાદનનુ કચ્છ હબ ગણાય છે. પરંતુ કાયદેસર મીઠા ઉત્પાદન સાથે કચ્છ અને તેની આજુબાજુ આવેલા રણ વિસ્તારમાં ગેરકાયદેસર મીઠુ પકવવા માટે જમીન પર કબ્જાના આવા કિસ્સાઓ પણ અનેક બન્યા છે. જોકે વનવિભાગ આવી પ્રવૃતિ કરનાર ભુ-માફીયાઓ સાથે તેની પાછળ સંડોવાયેલ વાઇટકોલર આરોપીઓ સુધી પહોંચે તે પણ જરૂરી છે.
જો કે હાલ ભુ-માફીયા અને ખનીજ માફીયાઓ સામે વનવિભાગે કડક કાર્યવાહી કરી 77.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે ઝડપાયેલા 9 શખ્સોની પુછપરછ કરી અભ્યારણમાં થઇ રહેલા કબ્જાને દુર કર્યો છે.
આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતમાં નવી જંત્રીના અમલ બાદ બિલ્ડર એસોસિએશનનો વિરોધ, નવી જંત્રી મુદ્દે સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક