Gujarati Video: વાઘોડિયા બાદ હવે તાંદલજામાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું કૌભાંડ આવ્યુ સામે, કલેક્ટરે વિશેષ ટીમ બનાવી શરૂ કરી તપાસ
Vadodara: વાઘોડિયા બાદ હવે તાંદલજામાં પણ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. આ અંગે કલેક્ટરે વિશેષ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. સિટી સર્વેમાં 73 કરોડ઼ની જમીન ખાનગી વ્યક્તિના નામે ચડાવી દેવાઈ હતી.
વડોદરામાં કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. વાઘોડિયા બાદ હવે તાંદલજામાં રૂપિયા 73 કરોડની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. તાંદલજામાં 73 કરોડની જમીન પચાવી પાડવા મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તાંદલજાની કરોડોની જમીનને સિટી સર્વેમાં ખાનગી વ્યક્તિના નામે ચઢાવી દેવાઈ હતી.
કલેકટરે કૌભાંડ આચરનાર વ્યક્તિની એન્ટ્રી રિવિઝન કરવાની અરજી પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. વર્ષ 1997માં બિનખેતીના હુકમના આધારે સિટી સર્વેમાં ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરાયું હતું. બોગસ આદેશના આધારે 45 હજાર 227 ચોરસ મીટર સરકારી જમીન કબજે કરી પોતાનું નામ ચઢાવ્યાનું છેક હવે ખુલ્યું છે.
વાઘોડિયા બાદ તાંદલજામાં 73 કરોડની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ
તાંદલજાની સરકારી જમીન પર ગેરકાયદે કબ્જા મામલે કલેક્ટર સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. કલેક્ટર દ્વારા તાંદલજાની વિવિધ સર્વે નંબરની જગ્યાઓ પર સ્થળ નિરીક્ષણ અને પંચનામાની કાર્યવાહી કરવામાં આવી. જંત્રી પ્રમાણે આ જમીનની કિંમત 73 કરોડ છે પરંતુ તેની બજાર કિંમત 350 કરોડ જેટલી છે.
આ પણ વાંચો: Video : વડોદરામાં આજવા-વાઘોડિયા રોડના ઢોરવાડા પર તવાઈ, 89 ગેરકાયદે ઢોરવાડાને નોટિસ ફટકારાઇ
તાંદલજાની 73 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે કબજાની તપાસ માટે કલેક્ટર કચેરી સહિત વિવિધ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી આ જમીન કૌભાંડમાં સંડોવાયેલો જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.