Kutch : માંડવી બીચ પર કચરાના ઢગ અને ગંદકીથી પ્રવાસીઓ પરેશાન
આઇ.લવ માંડવી બીચના સેલ્ફી પોઇન્ટ સહિત બીચમાં અનેક જગ્યાએ કચરાના આવા ઢગ છે ત્યારે પ્રવાસી અને સ્થાનિક લોકો બીચની નિયમીત સફાઇ રહે તેવી માંગ સાથે તંત્રની નીતી સામે સવાલો ઉભા કરી રહ્યા છે.
Kutch : ગુજરાતના(Gujarat)કચ્છમાં એક તરફ માંડવી(Mandvi)વિસ્તારના ધારાસભ્ય ગામો-ગામ સફાઇ અભીયાન ચલાવી રહ્યા છે પરંતુ બીજી તરફ માંડવી બીચ પર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જો કે આ કોઇ પહેલી વાર નથી સ્થાનીક લોકોથી લઇ પ્રવાસીઓએ અનેકવાર સુવિદ્યા અને સફાઇ મુદ્દે ફરીયાદો કરી છે પરંતુ સ્થિતી ઠેરનીઠેર છે. કચ્છના પ્રખ્યાત માંડવી બીચ પર લાખો પ્રવાસીઓ દર વર્ષે આવે છે પરંતુ બીચ પર ઠેરઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે.
બીચની નિયમીત સફાઇ રહે તેવી માગ
એક તરફ પ્રાથમિક સુવિધાના અભાવની અનેક વાર ફરિયાદો ઉઠી છે તે વચ્ચે હવે સફાઇનો અભાવ પણ સમગ્ર બીચ પર જોવા મળી રહ્યો છે. આઇ.લવ માંડવી બીચના સેલ્ફી પોઇન્ટ સહિત બીચમાં અનેક જગ્યાએ કચરાના આવા ઢગ છે ત્યારે પ્રવાસી અને સ્થાનિક લોકો બીચની નિયમીત સફાઇ રહે તેવી માંગ સાથે તંત્રની નીતી સામે સવાલો ઉભા કરી રહ્યા છે.
પ્રવાસીઓની સુવિધા માટે સ્થાનિક તંત્ર સાથે સરકાર પર કામ કરી રહી હોવાનો દાવો
એક તરફ માંડવી બીચની આવી સ્થિતી છે અને બીજી તરફ માંડવી વિસ્તારના ધારાસભ્ય ગામો-ગામો સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે તેઓ પણ ખુદ સ્વીકારે છે કે બીચ પર સફાઇ સહિતના મુદ્દે થોડી અવ્યવસ્થા છે. અને લોકો સમજદારી પુર્વક બીચનો ઉપયોગ કરવાની અપિલ સાથે બીચ પર પ્રવાસીઓની સુવિધા માટે સ્થાનિક તંત્ર સાથે સરકાર પર કામ કરી રહી હોવાનો દાવો કરી રહ્યા છે.
અસુવિઘાથી પ્રવાસીઓની મુશ્કેલીની અનેક ફરિયાદો
કચ્છના માંડવી બીચ પર અસુવિઘાથી પ્રવાસીઓની મુશ્કેલીની અનેક ફરિયાદો છે. જેમાં સમંયાતરે સરકાર દ્રારા અહી વિવિધ કાર્યક્રમો થકી પ્રવાસીઓને આકર્ષવાના પ્રયાસો થાય છે પરંતુ વાસ્તવિક બીચની સ્થિતી અલગ જ છે. જ્યા સફાઇ સહિત પ્રાથમિક સુવિઘાનો પણ અભાવ છે ત્યારે માંડવી વિધાનસભાની સાથે બીચ સફાઇ માટે પણ ધારાસભ્ય કામગીરી કરે તે જરૂરી છે.
(With Input, Jay Dave, Kutch )
કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો