પવનની ગતિ ઘટતા ગિરનાર રોપ વે રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો, તો ચોટીલા રોપ વે અંગે હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી

ગત રોજ રોપ વે બંધ રાખવામાં આવતા  ગિરનાર ફરવા આવતા સહેલાણીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે આજે ફરીથી રોપ વે  સેવા પુન: શરૂ થતા ગિરનાર ફરવા આવતા સહેલાણીઓએ  રાહત અનુભવી હતી. 

પવનની ગતિ ઘટતા ગિરનાર રોપ વે રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો, તો ચોટીલા રોપ વે અંગે હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી
junagadh Ropeway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 11:49 AM

જૂનાગઢમાં આવેલા ગિરનાર રોપ વે પવનની ગતિ ધીમી પડતા ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગત રોજ પ્રતિ કલાકે  65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોવાથી રોપ વે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગત રોજ રોપ વે બંધ રાખવામાં આવતા ગિરનાર ફરવા આવતા સહેલાણીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે આજે ફરીથી રોપ વે  સેવા પુન: શરૂ થતા ગિરનાર ફરવા આવતા સહેલાણીઓએ રાહત અનુભવી હતી.

સલામતી માટે લેવામાં આવે છે નિર્ણય

જ્યારે પણ પવનની ગતિ વધે ત્યારે  ઉષા બ્રેકો કંપની દ્વારા મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખતા રોપ વે બંધ કરી દેવામાં આવે છે. ગત રોજ પ્રતિ કલાકે 65 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાના પગલે રોપ વે સેવા બંધ રહેતા ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ગિરનાર પર્વત ન ચઢી શકતા મોટી ઊંમરના લોકો તેમજ બાળકોને લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.  નોંધનીય છે કે  ગિરનાર પર્વત તેમજ  આસપાસમાં ગાઢ જંગલો આવેલા છે. જેના કારણે અહીં વારંવાર તીવ્ર પવન ફૂંકાય છે.  તેથી પવન દરમિયાન તેમજ ચોમાસામાં એવી નોબત આવે છે કે રોપ વે સલામતીના કારણોસર બંધ રાખવો પડે છે.

ચોટીલા રોપ વે અંગે હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી

દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા યાત્રાધામ ચોટીલામાં રોપ વે બનાવવા અંગે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં રજૂઆત કરવામાં આવી હતી કે રોપ વે માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે જ કંપની યોગ્ય મરામત કરાવતી નથી. જેથી શ્રદ્ધાળુઓ માટે જીવના જોખમની પરિસ્થિતિ ઉભી થાય છે.

શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત

આ મુદ્દે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સવાલ કર્યા હતા કે મોરબી જેવી દુર્ઘટન બની હોવા છતાં તમે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધર્યા વિના કોન્ટ્રાક્ટ શા માટે આપી દીધો છે. નોંધનીય છે કે શ્રી ચામુંડા માતાજી ટ્રસ્ટે અરજૂ કરીને રજૂઆત કરી હતી કે સરકારે ચોટીલા રોપ વે નો 500 કરોડનો કોન્ટ્રાક્ટ કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના આપી દેવામાં આવ્યો છે. આ કંપનીને રોપ વે બનાવવાનો કોઈ અનુભવ નથી.

ચોટીલામાં દર વર્ષે આશરે 20થી 25 લાખ લોકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે આ બાબતમાં ગફલત સેવવી યોગ્ય નથી.

વિથ ઇનપુટ:  વિજયસિંહ પરમાર, ટીવી9 , જૂનાગઢ, રોનક વર્મા અમદાવાદ ટીવી9

બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">