Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ભારે પવનના પગલે ગિરનાર રોપ વે સેવા ફરી રખાઇ બંધ, અનેક ભક્તો અટવાયા

Gujarati Video : ભારે પવનના પગલે ગિરનાર રોપ વે સેવા ફરી રખાઇ બંધ, અનેક ભક્તો અટવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 2:28 PM

જૂનાગઢમાં (Junagadh ) ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ વે સેવા ખોરવાતા મુસાફરોની ભારે હાલાકી થઈ રહી છે. જો કે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે.

જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની ફરી એક વાર રોપ-વે (Rope Way) સેવા બંધ રાખવામાં આવી છે. વહેલી સવારથી ભારે પવન હોવાના કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. પ્રતિ કલાકે 65 કિ.મી.ની ઝડપે પવનની ગતિ હોવાના પગલે રોપ-વે સેવા હાલ પુરતી બંધ કરવામાં આવી છે. જેના પગલે ભક્તોને પગથિયા ચડીને જ ગિરનાર પર જવાની ફરજ છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ વે સેવા ખોરવાતા મુસાફરોની ભારે હાલાકી થઈ રહી છે. જો કે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ રાખવામાં આવી છે. પ્રતિ કલાકે 65 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાના પગલે રોપ વે સેવા બંધ રહેતા ઘણા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ગિરનાર પર્વત ન ચઢી શકતા મોટી ઊંમરના લોકો તેમજ બાળકોને લઈને આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

પવનની ગતિ ધીમી પડ્યા બાદ રોપ-વે કરાશે શરૂ

65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી ક્યારે રોપ વે સેવા શરુ થશે, તેની કોઈ જ જાણકારી ન હોવાથી શ્રદ્ધાળુઓને રોપ વે સેવા શરુ થવાની રાહ જોવી કે નહીં તેની દુવિધામાં મુકાયા છે તો ઘણા લોકો ગિરનાર પર્વત સુધી આવીને પરત ફરી રહ્યા છે. એવુ નથી કે ગિરનારની રોપ વે સેવા પહેલી વાર ખોરવાઈ હોય, આ અગાઉ અનેક વાર ભારે પવન અને વરસાદમાં પણ અનેક વાર ઘણા દિવસો સુધી ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવાની નોબત આવેલી છે.

રોપ વે સેવા બંધ રાખવાના કારણો

જુનાગઢ, ગિરનાર તેમજ આસપાસમાં ગાઢ જંગલો આવેલા છે. જેના કારણે અહીં વારંવાર પવનની ગતિ તેજ રહે છે. તેમજ ચોમાસામાં વરસાદ પણ વધુ પડે છે. જેના કારણે રોપ વે બંધ રાખવાની ફરજ પડે છે અને શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવી પડે છે.

g clip-path="url(#clip0_868_265)">