અમેરિકાને કારણે વૈશ્વિક મંદીના ચાન્સ 60 % વધી ગયા, જેપી મોર્ગને આપ્યા આ સંકેત
જે દિવસની કલ્પના તો વિશ્વએ બહુ પહેલા કરી લીધી હતી પરંતુ હવે તે વાસ્તવિક સ્વરૂપમાં આકાર લઈ રહ્યુ છે. અમેરિકાના 50 રાજ્યોમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે. જ્યાં જુઓ ત્યાં અમેરિકામાં ટ્રમ્પની નીતિઓ સામે વિરોધ થઈ રહ્યો છે અને લોકો એક જ માગ કરી રહ્યા છે અમને બક્ષી દો, અમારાથી દૂર રહો ટ્રમ્પ. આ મુવમેન્ટને 'HANDS OFF' નામ આપવામાં આવ્યુ છે. અમારા અધિકારો પર તરાપ ન મારો, અમે તમારી સાથે નથી.

અમેરિકાના 50 રાજ્યોમાંથી મોટાભાગના રાજ્યોમાં ટ્રમ્પ સામે પ્રદર્શન થયા અને 6 લાખ જેટલી રેલીઓમાં લોકો રસ્તા પર ઉતર્યા. જેના પરથી અનુમાન લગાવી શકાય કે અમેરિકાની જનતા કેટલી હદે ટ્રમ્પ અને મસ્કથી દુ:ખી થઈને રસ્તા પર ઉતરી આવી છે અને આ બંને સામે હાથ જોડી લીધા છે. આથી જ તેને HANDS OFF Protests નામ આપવામાં આવ્યુ છે. અમેરિકાની જનતા ત્રસ્ત છે કારણ કે સરકારી નોકરીઓમાં કાપ, અર્થવ્યવસ્થા અને માનવાધિકારોના મુદ્દે ટ્રમ્પ સતત વાર કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે અમેરિકી બજારમાંથી માત્ર બે દિવસની અંદર પાંચ ટ્રિલિયન ડોલર સાફ થઈ ગયા છે. તેનાથી અમેરિકનો આઘાતમાં આવી ગયા છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
