Junagadh: મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીનો મેળો સંપન્ન, 11 લાખ જેટલા લોકોએ મેળો માણ્યો, જુઓ Video
જૂનાગઢના ભવનાથમાં રવેડી બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિનો મહામેળો સંપન્ન થયો છે. રાત્રે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતોની પરંપરાગત રીતે રવેડી નીકળી હતી. જે ભવનાથ પહોંચ્યા બાદ રાત્રે 12 વાગ્યે ભવનાથ મંદિરે મહાઆરતી થઇ હતી.
જૂનાગઢના ભવનાથમાં રવેડી બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિનો મહામેળો સંપન્ન થયો છે. રાત્રે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતોની પરંપરાગત રીતે રવેડી નીકળી હતી. જે ભવનાથ પહોંચ્યા બાદ રાત્રે 12 વાગ્યે ભવનાથ મંદિરે મહાઆરતી થઇ હતી.
રવેડી બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોનું શાહી સ્નાન
જૂનાગઢમાં ભવનાથ મંદિરે મહાઆરતી બાદ સાધુ-સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતુ. રવેડી નિહાળવા માટે ભવનાથમાં જાણે કે ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ તળેટી ગૂંજી ઉઠી હતી. મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે જ મહાશિવરાત્રી મેળો પૂર્ણ થયો. લગભગ 11 લાખ જેટલા લોકોએ મહાશિવરાત્રિનો મેળો માણ્યો.
રવેડીમાં સાધુ-સંતોના કરતબ,ભક્તો મંત્રમુગ્ધ
રાત્રીના શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતેથી રવેડીનો પ્રારંભ થયો હતો. જેમાં જુના અખાડાના આરાધ્યદેવ દત્તાત્રેય ભગવાન, આવાહન અખાડાના ગણેશજી અને અગ્નિ અખાડાના આરાધ્યદેવ ગાયત્રી માતાજીની પાલખી જોડાઈ હતી. આ ઉપરાંત મહામંડલેશ્વરો તેમજ અન્ય અખાડાના સાધુ-સંતો તેમજ દિગમ્બર સાધુઓ રવેડીમાં જોડાયા હતા. વાજતે ગાજતે યોજાયેલી રવેડીમાં દિગમ્બર સાધુઓએ લાઠીદાવ, અંગકસરત તેમજ તલવારબાજી જેવા કરતબ રજૂ કર્યા હતા.
જૂનાગઢના ભવનાથમાં રવેડી બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિનો મહામેળો સંપન્ન#BhavnathTaleti #Junagadh #MahaShivratri #Gujarat #TV9News pic.twitter.com/jc8i6LMvM1
— Tv9 Gujarati (@tv9gujarati) March 9, 2024
11 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માણ્યો મેળો
આ કરતબોને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. રવેડી જુના અખાડા ખાતેથી શરૂ થઈ મોડી રાત્રે ભવનાથ મંદિરે પહોંચી હતી અને ત્યાં પ્રથમ અખાડાના આરાધ્યદેવોને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં સાધુ-સંતોએ મૃગીમુંડમાં સ્નાન કર્યું હતું.