શ્રીકૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ ? અરબ સાગરમાં છુપાયેલું છે રહસ્ય

દ્વારકા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. તેના ડૂબી જવાના ચોક્કસ સમયનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ અમુક પુરાવા છે જેનાથી અંદાજ લગાવી શકાય છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગે અરબ સાગરમાં સંશોધન અને ઉત્ખનન કાર્ય કર્યું છે, જેના કારણે કેટલીક રસપ્રદ વસ્તુઓ અને તથ્યો પ્રકાશમાં આવ્યા છે.

શ્રીકૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ ? અરબ સાગરમાં છુપાયેલું છે રહસ્ય
Dwarka
Follow Us:
| Updated on: Aug 27, 2024 | 3:32 PM

સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર અમે તમને મહાભારતકાળના એક શહેર વિશે જણાવી રહ્યા છીએ, જેની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી. આ શહેર દ્વારકા છે, જેના અવશેષો આજે પણ અરબ સાગરમાં જોવા મળે છે.

દ્વારકા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. તેના ડૂબી જવાના ચોક્કસ સમયનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ અમુક પુરાવા છે જેનાથી અંદાજ લગાવી શકાય છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગે અરબ સાગરમાં સંશોધન અને ઉત્ખનન કાર્ય કર્યું છે, જેના કારણે કેટલીક રસપ્રદ વસ્તુઓ અને તથ્યો પ્રકાશમાં આવ્યા છે.

એવું મનાય છે કે મથુરા છોડ્યા બાદ ભગવાન કૃષ્ણએ દ્વારકામાં એક નવું શહેર વસાવ્યું હતું. તેનું પ્રાચીન નામ કુશસ્થલી હતું. થોડા વર્ષો પહેલા નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓશનોગ્રાફીને દરિયાની નીચે પ્રાચીન દ્વારકાના અવશેષો મળ્યા હતા. અનેક દરવાજાઓની નગરી હોવાને કારણે આ શહેરનું નામ દ્વારકા પડ્યું. આ શહેરની આસપાસ ઘણી લાંબી દીવાલો હતી, જેમાં ઘણા દરવાજા હતા. આ દિવાલો હજુ પણ સમુદ્રની નીચે છે.

નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?

દ્વારકાની શોધ કેવી રીતે શરૂ થઈ ?

1960માં આજના દ્વારકા શહેરમાં એક મકાનને તોડતી વખતે મંદિરનું શિખર મળી આવ્યું હતું. અહીં ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુના મંદિરના અવશેષો સાથે ઘણી વસ્તુઓ મળી આવી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ભૂતપૂર્વ મહાનિર્દેશક શિકારીપુર રંગનાથ રાવે અહીં સંશોધન કરવાનું નક્કી કર્યું. 1989માં પાણીની અંદરની શોધખોળ દરમિયાન આવી અનેક રચનાઓ મળી આવી હતી જે સૂચવે છે કે અહીં કોઈ શહેર ડૂબી ગયું હશે.

અરબ સાગરમાંથી શું મળ્યું ?

1989માં પાણીની અંદર સંશોધન દરમિયાન મોટા લંબચોરસ પથ્થરો મળી આવ્યા હતા. અર્ધચંદ્રાકાર આકારના પથ્થરો પણ અહીં મળી આવ્યા હતા. આ બધા પથ્થરો માનવીઓ દ્વારા કોતરવામાં આવ્યા હતા. દિવાલોના અવશેષો મળી આવ્યા હતા. તેમાંથી મોટી માત્રામાં લાઈમસ્ટોન મળી આવ્યો હતો. એવું લાગતું હતું કે તેનો ઉપયોગ કંઈક બનાવવા માટે થયો હશે. એટલું જ નહીં, અહીં માટીના વાસણો અને સિક્કા પણ મળી આવ્યા હતા. 2007માં સમુદ્રની ઉંડે સુધી શોધ કરવામાં આવી હતી. દરિયાની ઊંડાઈમાંથી પથ્થરની વસ્તુઓ પણ મળી આવી છે. એક પુરાતત્વવિદોએ જણાવ્યું કે સમુદ્રની અંદર જે વસ્તુઓ મળી છે તે લગભગ ઈ.સ. પૂર્વે 2000ની છે.

ભારતીય પુરાતત્વ વિભાગના ભૂતપૂર્વ એડીજી ડૉ. આલોક ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શોધ દરમિયાન ઘણી કલાકૃતિઓ મળી આવી હતી. અનેક રંગબેરંગી વસ્તુઓ પણ મળી આવી હતી. આ સિવાય 2007માં હાઈડ્રોગ્રાફિક સર્વે દરમિયાન દસ મીટરની જગ્યામાં અવશેષો પણ મળ્યા હતા જે દરિયાના વહેણથી નાશ પામ્યા હતા.

પુરાણોમાં શું લખ્યું છે ?

હિંદુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કૃષ્ણનો જન્મ, ઉછેર, કંસની હત્યા, મથુરા પરત ફરવું, દ્વારકાની સ્થાપના, બહાદુરી અને યાદવોના પતનનો ઉલ્લેખ છે. આ સિવાય ‘મહાભારત’ અને ‘વિષ્ણુપુરાણ’ સહિત અન્ય ગ્રંથોમાં પણ તેમના વિશે આ વાતોનો ઉલ્લેખ છે.

‘શ્રીમદ ભાગવત મહાપુરાણ’ અને મહાકાવ્ય ‘મહાભારત’ અનુસાર, કૃષ્ણએ કંસને માર્યા પછી મગધના શાસક જરાસંઘ ગુસ્સે થયા, કારણ કે કંસ તેની બે પુત્રીઓ અસ્તિ અને પ્રક્ષીનો પતિ હતો. જરાસંઘે મથુરા પર 17 વખત હુમલો કર્યો, દરેક વખતે કૃષ્ણ અને બલરામે તેમના શહેરનો બચાવ કર્યો. પરંતુ, જરાસંઘે 18મી વખત હુમલો કર્યો ત્યારે શ્રીકૃષ્ણ અને બલરામને લાગ્યું કે આ લડાઇ લાંબી ચાલશે અને મથુરાના લોકો માટે હાનિકારક સાબિત થશે. ત્યારે કૃષ્ણ નગરજનો સાથે દ્વારકા આવ્યા અને અહીં એક નવું શહેર વસાવ્યું.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, નવા શહેરની સ્થાપના માટે કૃષ્ણે સમુદ્રમાંથી જમીન મેળવી હતી. આ શહેર દેવતાઓના આર્કિટેક્ટ વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. માન્યતા અનુસાર, શહેરમાં કૃષ્ણની 16 હજાર પત્નીઓ માટે મહેલો અને નગરવાસીઓ માટે મકાનો બનાવવામાં આવ્યા હતા.

મથુરા છોડ્યા પછી, કૃષ્ણ રણછોડ તરીકે ઓળખાવા લાગ્યા, જ્યારે દ્વારકાના સ્થાપક તરીકે તેમને દ્વારકાધીશ પણ કહેવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર, ભગવાન રામ વિષ્ણુના સાતમા અવતાર હતા અને ‘રામાયણ’ તેમની જીવનચરિત્ર છે. તેઓ ‘મર્યાદા પુરુષોત્તમ’ હતા જ્યારે કૃષ્ણ ‘પૂર્ણપુરુષોત્તમ’ હતા. કૃષ્ણના વૈકુંઠના નિવાસ બાદ દ્વારકામાં પૂર આવ્યું હતું.

દ્વારકા નગરી કેવી રીતે ડૂબી ગઈ ?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી અનુસાર, જ્યારે એ સ્પષ્ટ થયું કે દરિયાની નીચે શહેરના અવશેષો છે, ત્યારે એ જાણવાનો પ્રયાસ કરાયો કે તે કેવી રીતે ડૂબ્યું હશે. છેલ્લા 15,000 વર્ષો દરમિયાન દરિયાની સપાટીની તપાસ કરવામાં આવી જેનાથી જાણવા મળ્યું કે 15,000 વર્ષ પહેલા દરિયાની સપાટી 100 મીટર નીચી હતી. 7000 વર્ષ પહેલા દરિયાની સપાટી વધવા લાગી અને લગભગ 3500 વર્ષ પહેલા દરિયાની સપાટી હાલની સપાટીએ પહોંચી અને તે જ સમયે દ્વારકા શહેર ડૂબી ગયું હશે.

પુરાણો અને કથાઓના અનુસાર જોઈએ તો, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, 125 વર્ષ સુધી પૃથ્વી પર શાસન કર્યા પછી, કૃષ્ણ વૈકુંઠ નિવાસી બન્યા. તે પછી સમુદ્રે શ્રી કૃષ્ણનો મહેલ છોડી બાકીની બધી જમીન પાછી લઈ લીધી અને દ્વારિકા નગરી ડૂબી ગઈ.

કુરુક્ષેત્ર યુદ્ધના અંત પછી, જ્યારે ભગવાન કૃષ્ણ કૌરવોની માતા ગાંધારીને મળવા ગયા ત્યારે તેમણે કૃષ્ણને શ્રાપ આપ્યો કે યદુ વંશનો નાશ થશે. 36 વર્ષ પછી ગાંધારીનો શ્રાપ સાચો પડ્યો અને કૃષ્ણ કંઈ કરી શક્યા નહીં અને દ્વારકા શહેર નષ્ટ થયું. બીજી કહાની એવી છે કે શ્રી કૃષ્ણના પુત્ર સામ્બે ઋષિઓની સામે ગર્ભવતી સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને તેમને બાળકના ભવિષ્ય વિશે પૂછ્યું. તેનાથી ક્રોધિત થઈને ઋષિઓએ શ્રાપ આપ્યો કે આખા યદુ વંશનો નાશ થઈ જશે. આ પછી સમગ્ર યદુ વંશનો નાશ થયો.

આ રીતે પુરાણો અને કથાઓ તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા દ્વારિકા નગરી ડૂબવાના અલગ અલગ તારણો આપવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમુદ્રમાં ડૂબકી લગાવી હતી અને કહ્યું હતું કે, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. મને આધ્યાત્મિક વૈભવ અને શાશ્વત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલા હોવાનો અનુભવ થયો.

દ્વારકાધીશ મંદિર

દ્વારકા એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું એક પ્રાચીન શહેર અને નગરપાલિકા છે. દ્વારકા ઓખામંડલ દ્વીપકલ્પના પશ્ચિમ કિનારે ગોમતી નદી અને અરબી સમુદ્રના કિનારે આવેલું છે. દ્વારકા હિન્દુઓના ચાર પવિત્ર ધામોમાંનું એક છે. તે શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે, અહીં પ્રાચીન દ્વારકાધીશ મંદિર આવેલું છે, જ્યાં દ્વારકાધીશ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ બિરાજે છે. દ્વારકાધીશ મંદિર, જે જગત મંદિર તરીકે પણ ઓળખાય છે.

દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ લગભગ 2,500 વર્ષ જૂનો છે. પુરાણો પ્રમાણે લગભગ હજારો વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ હતો. ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્યામવર્ણી પ્રતિમા છે. જે ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન છે. ત્યારે દર વર્ષે અહીં જન્માષ્ટમી પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં ઉમટી પડતા હોય છે.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">