હિના પેથાણી હત્યા કેસ, આરોપી સચિન દીક્ષિતને આજે બપોરે કોર્ટમાં રજૂ કરાશે
પોલીસને પૂરતા પુરાવા મળતા તેના વધુ રિમાન્ડ માંગવામાં આવશે નહિ. તેમજ બપોરે બે વાગે સચિન દીક્ષિતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાશે. જયારે ગાંધીનગર ખાતેના ગુનાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વડોદરા પોલીસ સચિન દિક્ષીતનો કબ્જો મેળવશે

ગાંધીનગર(Gandhinagar) પેથાપુર ગૌશાળા નજીક બાળક ત્યજી દેવાના અને હિના પેથાણી(Hina Pethani) હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના (Sachin Dixit) આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. જો કે પોલીસને પૂરતા પુરાવા મળતા તેના વધુ રિમાન્ડ માંગવામાં આવશે નહિ. તેમજ બપોરે બે વાગે સચિન દીક્ષિતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાશે. જયારે ગાંધીનગર ખાતેના ગુનાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વડોદરા પોલીસ સચિન દિક્ષીતનો કબ્જો મેળવશે.
ઉલ્લેખનીય છે કે, પત્ની અને પ્રેમિકા વચ્ચે ફસાઈ ગયેલા સચિન દીક્ષિતે પ્રેમિકા હિનાની હત્યા કરી નાખી. આવી જ રીતે હિના પણ તેના પતિ અને પ્રેમી વચ્ચે ફસાયેલી હતી. હિના પેથાણી હત્યા કેસમાં ગાંધીનગર પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે પતિ અને પ્રેમી વચ્ચે ફસાયેલી પત્ની હિનાએ જીવન આસ્થાની ટીમની મદદ લીધી હતી.
પત્નીની હત્યા અને બાળકને તરછોડવાના કેસની તપાસમાં નવો ખુલાસો થયો છે કે સચિનની પ્રેમિકા હિનાએ 1 નવેમ્બર 2019ના રોજ જીવન આસ્થા હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. 54 મિનિટ ચાલેલા ફોનમાં જીવન આસ્થાની ટીમના સભ્યએ હિનાને પ્રેમી સચિનને છોડીને પતિનો હાથ પકડવાની સલાહ આપી હતી.
તો આ કેસમાં વધુ એક ખુલાસો થયો છે કે સચિનના પ્રેમપ્રકરણથી તેનો પરિવાર વાકેફ હતો અને પરિવારને તેના પ્રેમ પ્રકરણની રજેરજની માહિતી હતી. શાહિબાગ પોલીસ મથકે આપેલી એક અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે સચિને પ્રેમિકા હિનાને લગ્નની સાથે કેનેડા લઇ જવાની લાલચ આપી હતી.સાથે જ 30 લાખ રૂપિયા આપીશ એટલે પત્ની છૂટાછેડા આપી દેશે તેવી પણ લાલચ આપ્યાનો ખુલાસો થયો છે.
હિના પેથાણી(Hina Pethani)હત્યા કેસના(Murder)આરોપી સચિન દીક્ષિતના બે મોબાઈલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. તેમજ મોબાઈલથી કરવામાં આવેલા ફોનની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ હત્યા બાદ સચિન દીક્ષિતે કોની કોની સાથે વાત કરી તેની માહિતી મેળવાશે. તેમજ હત્યા સમયે સચિન દીક્ષિતનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.
તેમજ મોબાઈલ લોકેશનને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ સચિન દીક્ષિતના મોબાઈલ ડેટા મેળવવા FSLની મદદ લઈ શકે છે
આ પણ વાંચો : અકસ્માત : પાટણમાં બેકાબૂ બનેલી જીપે ઘરમાં સૂતા બે લોકોને કચડયા, એકનું મોત
આ પણ વાંચો : અમદાવાદ સહિત ગુજરાતમાં દશેરાની ઉજવણી થશે, અનેક સ્થળોએ રાવણ દહન પણ કરાશે