અમદાવાદ સહિત ગુજરાતમાં દશેરાની ઉજવણી થશે, અનેક સ્થળોએ રાવણ દહન પણ કરાશે

અમદાવાદ રામોલ ખાનવાડી પાસે રાવણના પૂતળા બનાવવા માટે જાણીતા શરાફતઅલી દ્વારા કરવામાં આવ્યું છે..જોકે તેમનું કહેવું છે કે કોરોના બાદ પૂતળાના વેચાણમાં ઘણો ઘટાડો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 11:28 AM

ગુજરાતમાં(Gujarat) કોરોના(Corona)બાદ પ્રથમ વખત દશેરાની(Dussehra) ઉજવણી કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જેમાં ન્યુ મણીનગર, સાયન્સ સિટી સહિત 4 સ્થળ સાથે વડોદરા, રાજકોટ, સુરતમાં પણ પર રાવણ દહન(Ravan Dahan) કરવામાં આવશે.

આ પૂતળાનું નિર્માણ અમદાવાદ રામોલ ખાનવાડી પાસે રાવણના પૂતળા બનાવવા માટે જાણીતા શરાફતઅલી દ્વારા કરવામાં આવ્યું છે..જોકે તેમનું કહેવું છે કે કોરોના બાદ પૂતળાના વેચાણમાં ઘણો ઘટાડો થયો છે. પહેલાં 80 પૂતળાના ઓર્ડર મળતાં જેની સામે આ વર્ષે નાના મોટા મળીને માત્ર 20 પૂતળાનો ઓર્ડર મળ્યો છે.

ગુજરાતમાં દશેરાના પર્વે રાવણદહન કાર્યક્રમની શરતી મંજૂરી આપવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે નવરાત્રીની જેમ 400 લોકોની મર્યાદામાં રાવણદહન કાર્યક્રમની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે .જોકે આયોજકોએ મંજૂરી લેવાની સાથે કોવિડ-19 ગાઇડલાઇનનું કડકપણે પાલન કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ છે કે દશેરાએ રાવણદહન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.ત્યારે ધાર્મિક પરંપરા ન તૂટે અને લોકોની શ્રદ્ધા જળવાઇ રહે તેવા હેતુસર ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આસૂરી વૃત્તિને હરાવી વિજયનો ઉજાસ પાથરવાનો દિવસ એટલે કે વિજયા દશમી. હિન્દુ ધર્મ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે.. દશેરાના દિવસને શસ્ત્રપૂજન અને વાહન ખરીદી માટે મહત્વનો માનવામાં આવે છે. સાથે જ આ દિવસે હવન-પૂજાના પણ આયોજનો કરવામાં આવે છે.આ પાવન પર્વ નિમિત્તે લોકો ફાફડા-જલેબીની જયાફત માણવાનું ચૂકતા નથી.

આ પણ વાંચો : Dussehra 2021 : ગુજરાતમાં દશેરા નિમિતે ધૂમ વેચાતા ફાફડા- જલેબીના ભાવમાં 15 ટકાનો વધારો

આ પણ વાંચો : દેશમાં કોલસાની અછત વચ્ચે ઉકાઈ હાઇડ્રો પ્લાન્ટમાંથી 21. 51 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">