અકસ્માત : પાટણમાં બેકાબૂ બનેલી જીપે ઘરમાં સૂતા બે લોકોને કચડયા, એકનું મોત
આ ઘટનામાં એક યુવતીનું મોત થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. તો બીજીતરફ જીપચાલક ફરાર થઈ ગયો છે.

પાટણમાં (Patan) બેકાબૂ બનેલી જીપ દિવાલ તોડીને ધડાકાભેર ઘરમાં ઘૂસી ગઈ હતી.જીપચાલકે બે લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટના માં એક 55 વર્ષીય વ્યક્તિ અને એક યુવતીનો સમાવેશ થાય છે. આ ઘટના જીમખાના નજીકની છે. જ્યાં રસ્તા પર આવેલા એક ઘરમાં પરિવાર સૂતો હતો.
રાત્રે સૂતેલા સભ્યોએ એવી કલ્પના પણ નહીં કરી હોય કે તેમની સવાર આટલી ભયાનક હશે.તેમની આંખ ઉઘડે અને સવાર પડે તે પહેલા જ જીપ કાળ બનીને આવી. આ ઘટનામાં એક યુવતીનું મોત થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. તો બીજીતરફ જીપચાલક ફરાર થઈ ગયો છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.. ગમખ્વાર અકસ્માતને પગલે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
તો બીજીતરફ બેફામ દોડી આવેલી ગાડીને જોઈ ઝૂંપટપટ્ટીના બહાર બેઠેલા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને ગાડીથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. ગાડી એક જ મકાનમાં ઘૂસીને ઊભી રહી જતા બીજા લોકોના જીવમાં જીવ આવ્યો હતો.
આ પણ વાંચો : દેશમાં કોલસાની અછત વચ્ચે ઉકાઈ હાઇડ્રો પ્લાન્ટમાંથી 21. 51 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન
આ પણ વાંચો : રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર કરાશે 55 ફૂટના રાવણના પૂતળાનું દહન, તૈયારીઓ આખરી તબક્કામાં