Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાયમી ભરતીની માગ સાથે હજારો TET- TAT પાસ ઉમેદવારોએ સચિવાલય ખાતે કર્યુ આંદોલન, MLA જિજ્ઞેશ મેવાણી સહિતનાની અટકાયત- Video

કાયમી ભરતીની માગ સાથે હજારો TET- TAT પાસ ઉમેદવારોએ સચિવાલય ખાતે કર્યુ આંદોલન, MLA જિજ્ઞેશ મેવાણી સહિતનાની અટકાયત- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2024 | 3:13 PM

કાયમી ભરતીની માગ સાથે રાજ્યના હજારો TET-TAT પાસ ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને આજે મહાલડતની શરૂઆત થઈ છે. આજે સચિવાલય ખાતે હજારો ઉમેદવારોએ વિરોધ નોંધાવવા એકત્ર થયા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારોએ વિરોધ માટે પહોંચતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયુ છે.

રાજ્યની સરકારી- ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. જેમા કાયમી ધોરણે ભરતી કરવાને બદલે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના લાગુ કરી 11 મહિનાની કરાર આધારીત ભરતી કરતા TET-TAT ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાન સહાયક યોજનાની કરાર આધારિત ભરતીના વિરોધમાં હજારો ઉમેદવારોએ ગાંધીનગરમાં સચિવાલય ખાતે મહાઆંદોલનના મંડાણ કર્યા છે.

આજે મોટી સંખ્યામાં હજારો ઉમેદવારોએ સચિવાલય ખાતે કાયમી ભરતીની માગ સાથે પહોંચ્યા હતા. હજારો ઉમેદવારોને જોતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયુ હત. ઉમેદવારોના સમર્થનમાં આવેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતનાની અટકાયત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી કાયમી ભરતીની માગ સાથે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાસહાયકો અને શિક્ષક સહાયકો કેટલાય સમયથી માગ કરી રહ્યા છે. શિક્ષકો કાયમી ભરતી માટે શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરી ચુક્યા છે. કેટલાક ઉમેદવારોની વયમર્યાદા પણ પુરી થઈ ગઈ છતા ભરતી ન થઈ હોવાના આક્ષેપ પણ કરાઈ રહ્યા છે. ત્યારે ઉમેદવારોની વયમર્યાદામાં પણ છૂટછાટ આપવાની માગ કરાઈ છે.  આગામી સમયમાં સરકાર માગ નહીં સ્વીકારે અને કરાર આધારીત ભરતી રદ કરી કાયમી ભરતીની જાહેરાત નહીં કરે તો આક્રોશ સાથે રેલી કાઢવાની અને ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

રાજ્યની સરકારી- ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાન સહાયકોની યોજના અમલમાં મુકી છે. કાયમી શિક્ષક બનવા માટે ઉમેદવારોએ TET-TAT પરીક્ષા પાસ કર્યા બાદ પણ માત્ર 11 મહિના માટે કરાર આધારીત નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકમાં હજારો ઉમેદવારો નિમણૂક બાદ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે.

આ પણ વાંચો: પોલીસ છાવણીમાં ફેરવાઈ MS યુનિવર્સિટી, વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે યુનિ.માં શરૂ થઈ પ્રવેશ પ્રક્રિયા- જુઓ Video 

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jun 18, 2024 03:11 PM
g clip-path="url(#clip0_868_265)">