Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસ છાવણીમાં ફેરવાઈ MS યુનિવર્સિટી, વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે યુનિ.માં શરૂ થઈ પ્રવેશ પ્રક્રિયા- જુઓ Video 

વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ યથાવત છે. MSUમાં એડમિશન માટેનું મેરિટ 75 ટકાએ અટક્યુ છે. આથી વડોદરા શહેરના જ 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. વિરોધને પગલે યુનિવર્સિટી દ્વારા 95 ટકા વડોદરાના વિદ્યાર્થીઓને સમાવી લેવાનો નિર્ણય કરાયો છે પરંતુ વિદ્યાર્થીઓ જાહેરાત સાથે ખાતરી આપે તેવી માગ પર અડગ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2024 | 2:05 PM

વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવા મુદ્દે વિરોધનો વંટોળ શરૂ થયો છે. MSUમાં પ્રથમવાર એડમિશન માટે મેરીટ 75 ટકાએ અટક્યુ છે, આથી સ્થાનિક 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. જેમા પ્રવેશથી વંચિત 95 ટકા વડોદરાના વિદ્યાર્થીઓને સમાવી લેવાનો નિર્ણય કરાયો છે પરંતુ વિદ્યાર્થીઓએ જાહેરાત સાથે ખાતરી આપે તેવી માગ સાથે વિરોધ યથાવત રાખ્યો છે.

વડોદરા: M.S. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે ચડ્યા છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધિશો, ધારાસભ્યો અને સાંસદ વચ્ચે આ મુદ્દે ત્રણ કલાક સુધી બેઠક થઈ હતી. જેમા વડોદરાના બાળકોને અન્યાય ન થાય તે દિશામાં નિર્ણય કરાયો છે. વડોદરાના 95 ટકા વિદ્યાર્થીઓને સમાવી લેવાનો નિર્ણય કરાયો છે. ગત વર્ષ જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અને વધારાના બાળકોને એડમિશન આપ્યા બાદ માળખાકીય સુવિધા માટે વિચારણા કરવામાં આવશે.

યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. કોમર્સ ફોકલ્ટીમાં બેઠકો વધારવાના આંદોલન વચ્ચે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારે જે વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર છે તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોમર્સ ફેકલ્ટી પહોંચ્યા હતા. જો કે બિલ્ડીંગનો મેઈન ગેઈટ બંધ કરી વાઈસ ચાન્સેલર સંતાઈ ગયા હોવાનો આંદોલનકારી વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં બેઠકો વધારવાની જાહેરાત બાદ ખાતરી આપે તેવી માગણી સાથે વિરોધ કરી રહ્યા છે.

'મારો બેસ્ટફ્રેન્ડ જ મારો પતિ હશે' ! RJ મહવશની પોસ્ટ વાયરલ, ફેન્સ બોલ્યા-સબંધો પાક્કા?
લોકો કેમ ઘરની બહાર લાલ અને ભૂરા રંગની પાણી ભરીને બોટલ મૂકે છે?
ભગવાનને કાપેલા ફળો ધરાવવા કે આખા ફળ ધરાવવા ? જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ઘરમાં અચાનક પોપટનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી

બોયઝ હોસ્ટેલથી વીસી ચેમ્બર સુધી કોમર્સ કાળા વસ્ત્રો પહેરી પૂર્વ સેનેટ સભ્યો સહિતનાઓ વિરોધમાં જોડાયા છે. હાલ કોમર્સ ફેકલ્ટીમાં 5,852 વિદ્યાર્થીઓને જિકાસ પોર્ટલ મારફતે પ્રવેશ આપ્યો છે. જેમનુ 4 દિવસ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલશે. કોમર્સ ફેકલ્ટીમાં વધુ વિદ્યાર્થીઓ બેસાડી શકાય તેવી બેઠક વ્યવસ્થા નથી અને સત્તાધિશો વધુ 1400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા વિચારણા કરી રહ્યા છે ત્યારે વધુ વિદ્યાર્થીઓને ક્યા બેસાડવા તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

Input Credit- Anjali Ojha- Vadodara

આ પણ વાંચો: ભારતના આ રાજ્યમાં આવેલુ છે હનુમાનજીનું સૌથી શક્તિશાળી મંદિર જ્યાં તેઓ ભગવાન શ્રીરામને પ્રથમવાર મળ્યા હતા- જુઓ તસવીરો

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">