Health worker Demands : નહીં ઝૂકે સરકાર, આરોગ્ય કર્મચારીઓની હડતાળ,11મા દિવસે પણ સમાધાન નહીં… !
ગુજરાતના પંચાયત આરોગ્ય કર્મચારીઓ ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ-પે વધારો અને ખાતાકીય પરીક્ષાઓ રદ કરવાની માંગણી સાથે 11 દિવસથી હડતાળ પર છે.

ગુજરાતમાં પંચાયત વર્ગના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માગોને લઈને છેલ્લા 11 દિવસથી હડતાળ પર છે. ગાંધીનગરમાં ભારે વિરોધ પ્રદર્શન બાદ પણ સરકારની અવગણના સામે આરોગ્ય કર્મીઓ આ વખતે ઝુકવા માટે તૈયાર નથી.
આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માગ
- ટેક્નિકલ કેડરમાં સમાવેશ
- ગ્રેડ-પેમાં વધારો
- ખાતાકીય પરીક્ષાઓ રદ કરવી
સરકાર આ હડતાળ સામે ઝૂકવા તૈયાર નથી. સરકારનું કહેવું છે કે “સર્વેલન્સ ભથ્થું” એ કામ માટે ચૂકવવામાં આવે છે, જે પહેલેથી જ જોબ ચાર્ટમાં સમાવિષ્ટ છે, તેથી તેની ચુકવણી અયોગ્ય છે.
જનતા વચ્ચે નારાજગી અને PILની તૈયારી
સામાન્ય જનતામાં પણ આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. લોકોના પૈસાનો અયોગ્ય ઉપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ NGOs દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ મામલે હાઈકોર્ટમાં PIL (જાહેર હિતની અરજી) દાખલ થવાની શક્યતા પણ વધતી જાય છે.
સરકાર દ્વારા ખાલી જગ્યા ભરવાની તૈયારી
સરકારે હવે હડતાળમાં છૂટા કરાયેલા આરોગ્ય કર્મચારીઓની જગ્યાઓ ભરવાની તજવીજ શરૂ કરી છે. આ ખાલી જગ્યાઓ આઉટસોર્સિંગ દ્વારા ભરવાની કામગીરી ચાલુ છે, જેથી આરોગ્ય સેવાઓ પર કોઈ અસર ન થાય.
આગળ શું થશે ?
આરોગ્ય કર્મચારીઓએ સરકારના ઠરાવ સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી આપી છે. બીજી તરફ, સરકાર પણ પોતાના નિણય પર અડગ છે. હવે આ સંઘર્ષનું અંત શું આવશે તે જોવાનું રહ્યું.