જાણો .. ફરજિયાત ગુજરાતી શિક્ષણ બિલની મહત્વની જોગવાઇઓ, કોને મળશે મુકિત
ગુજરાત વિધાનસભામાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત ગુજરાતી વિષય ભણાવવા અંગેનું બિલ શિક્ષણમંત્રી કુબેરસિંહ ડીંડોર લઈને આવ્યા હતા. બિલ અંગે 18 ધારાસભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા બાદ સર્વાનુમતે બિલને પાસ કરી કાયદો બનાવવામાં આવશે. બિલ મુજબ રાજ્યની ગુજરાત બોર્ડ, સીબીએસઇ અને ઇન્ટરનેશનલ બોર્ડની પ્રાથમિક શાળાઓએ ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત બનશે. જે શાળાઓ ગુજરાતી નહીં ભણાવે એમની સામે બીલમાં દંડની જોગવાઈ કરાઈ છે.

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8માં હવે ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત બન્યો છે. જે શાળાઓ ગુજરાતી વિષય નહીં ભણાવે તેમને 2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. વિધાનસભામાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવા અંગેનું વિધેયક સર્વ સંમતિ સાથે પસાર થયું છે. બિલને કોંગ્રેસ અને AAP એ પણ સમર્થન આપ્યું છે. 2018 માં ફરજિયાત ગુજરાતી શિક્ષણ આપવાના પરિપત્રની કડક અમલવારીમાં ઢીલ અને કોર્ટના વલણ બાદ આખરે વિધાનસભામાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત ગુજરાતી વિષય ભણાવવા અંગેનું બિલ શિક્ષણમંત્રી કુબેરસિંહ ડીંડોર લઈને આવ્યા હતા.
ગુજરાતી નહીં ભણાવે એમની સામે બિલમાં દંડની જોગવાઈ
આ બિલ અંગે 18 ધારાસભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા બાદ સર્વાનુમતે બિલને પાસ કરી કાયદો બનાવવામાં આવશે. બિલ મુજબ રાજ્યની ગુજરાત બોર્ડ, સીબીએસઇ અને ઇન્ટરનેશનલ બોર્ડની પ્રાથમિક શાળાઓએ ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત બનશે. જે શાળાઓ ગુજરાતી નહીં ભણાવે એમની સામે બિલમાં દંડની જોગવાઈ કરાઈ છે.
જે મુજબ પ્રથમ બે વખત દંડ અને ત્યારબાદ ત્રીજી વખત પ્રતિદિન ની જોગવાઈ કરાઈ છે. વિધેયકમાં સીબીએસસી અને ઇન્ટરનેશનલ સ્કૂલને પણ આવરી લેવામાં આવી છે. અને તેમને પણ ગુજરાતી શિક્ષણ આપવું ફરજિયાત બનશે. અન્ય માધ્યમની શાળાઓ શાળાઓએ ગુજરાતીને વધારાની ભાષા તરીકે ભણાવવા સરકારે ઠરાવેલ પુસ્તકોનું અનુકરણ કરવું પડશે.\
ગુજરાતી ભાષાના બિલની મુખ્ય જોગવાઈ
- પ્રથમ વાર નિયમોનો ભંગ કરવાના કેસમાં શાળાઓને 50,000 નો દંડ, બીજીવાર 1 લાખ અને ત્રીજી વાર 2 લાખના દંડની જોગવાઈ.
- ત્રણથી વધુ વાર ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ કરવાની જોગવાઈ
- વિધાયક ના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે
- ગુજરાત બોર્ડ સિવાયની સીબીએસસી અને કેન્દ્રીય સ્કૂલોનો પણ આમાં સમાવેશ કરાયો છે
- ગુજરાત બહારના વિદ્યાર્થીના માતા-પિતા કારણો સાથે વિનંતી કરે તો મુક્તિ મળી શકે.
ફરજિયાત ગુજરાતી શિક્ષણથી કોને મુક્તિ
ગુજરાત બહારથી આવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ડોમિસાઈલ નથી તેમને ફરજિયાત ગુજરાતી શિક્ષણ માંથી મુક્તિ મેળવી શકશે. જેના માટે વિદ્યાર્થીઓ ના માતાપિતા એ લેખિતમાં જિલ્લા શિક્ષણ અધિકારીને મુક્તિ માટે માંગ કરવાની રહેશે. અધિકારીને કારણ યોગ્ય લાગશે તો વિદ્યાર્થીને ફરજિયાત શિક્ષણ માંથી મુક્તિ મળશે. આ સિવાય સમગ્ર વર્ગને પણ મુક્તિ આપવાની જોગવાઈ બીલમાં રખાઈ છે.
કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીની નિખાલસ કબૂલાત
બિલ પરની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ કબૂલાત કાર્ય ગૃહમાં જણાવ્યું કે મેં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યા બાદ MBBS માં પ્રવેશ મેળવ્યો હતો. પ્રથમ વર્ષમાં અંગ્રેજી માધ્યમના કારણે હું નાપાસ થયો હતો. મેં ત્યારે જ નક્કી કર્યું કે મારા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણશે.અંગ્રેજી મીડીયમમાં મારા બાળકોનો અભ્યાસ તો સારો થયો પણ ગુજરાતીપણું ભુલાયું હોય એવું લાગે છે. કારણે કે અત્યારે મારા બાળકો સારું ગુજરાતી નથી જાણતા, ગુજરાતી છાપું વાંચી કે લખી શકતા નથી. ગુજરાતીપણાનો અહેસાસ થાય એ માટે બીલને સમર્થન આપું છું.