Gandhinagar: ધો.1 થી 8માં ફરજીયાત ગુજરાતી ભણાવવા અંગે ગૃહમાં રજૂ થશે બિલ

ગુજરાતીમાં ફરજીયાત અભ્યાસ અંગેના બિલમાં અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ વખત નિયમનો ભંગ કરનારી શાળાઓને રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવશે.

Gandhinagar: ધો.1 થી 8માં ફરજીયાત ગુજરાતી ભણાવવા અંગે ગૃહમાં રજૂ થશે બિલ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 28, 2023 | 9:59 AM

હવેથી જો તમારા બાળકોએ ગુજરાતમાં ભણવું હશે તો ફરજીયાત ગુજરાતી ભાષા ભણાવવી પડશે. ગુજરાતભરની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ફરજીયાત ભણાવવું પડશે. રાજ્યમાં ચાલતી દરેક બોર્ડ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે. જો કોઇ પણ શાળા ગુજરાતી નહીં ભણાવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

ફરજીયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023 ગૃહમાં થશે રજૂ

મહત્વનું છે કે સરકાર દ્વારા શાળાઓને ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ પણ કેટલીક શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ હવે આવતીકાલે વિધાનસભામાં બિલ પસાર થાય બાદ આ મુદ્દે કાયદો બની જશે અને ગુજરાતી નહીં ભણાવનારી શાળાઓ સામે કાર્યવાહી કરાશે.

ગુજરાતીમાં ફરજીયાત અભ્યાસ અંગેના બિલમાં અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ વખત નિયમનો ભંગ કરનારી શાળાઓને રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવશે. તેમજ બીજી વખત નિયમનો ભંગ કરવામાં આવશે તો રૂપિયા 1 લાખનો દંડ કરવામાં આવશે અને ત્રીજી વખત નિયમનો ભંગ થશે તો તે શાળાને રૂપિયા 2 લાખનો દંડ કરાશે. અને જો ત્રણથી વધુ વખત નિયમોનો ભંગ કરવામાં આવશે તો જે-તે શૈક્ષણિક સંસ્થાની માન્યતા જ રદ્દ કરવામાં આવશે.

Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી
ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ
બોલિવુડ અભિનેત્રીએ કાશીમાં ઉજવ્યો જન્મદિવસ, જુઓ ફોટો
Amla Benifits : આમળાને આ વસ્તુ સાથે ખાવાથી થશે અગણિત લાભ, જાણો
Radish Benefits : શિયાળાનું શાકભાજી મૂળામાં ક્યાં વિટામીન હોય છે? જાણો તેના ફાયદાઓ
શિયાળામાં રોજ એક મુઠ્ઠી સીંગદાણા ખાવાથી થાય છે આ 6 ગજબના ફાયદા

કેન્દ્રીય વિદ્યાલય સહિત બોર્ડમાં ગુજરાતી ન ભણાવા અંગે પણ હાઇકોર્ટમાં થઈ હતી રજૂઆત

નોંધનીય છે કે ફેબ્રુઆરી માસમાં જ  શાળાઓમાં ફરજીયાત ગુજરાતી ભણાવવા મુદ્દે ગુજરાતહાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હજુ પણ કેન્દ્રીય વિદ્યાલય સહિત અને બોર્ડમાં ગુજરાતી ન ભણાવતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો કે, સરકારના જ પરિપત્રનો શા માટે અમલ કરાવવામાં નથી આવી રહ્યો? રાજ્ય સરકારે 23 શાળાને નોટિસ આપી હોવાની જાણ હાઇકોર્ટને કરી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટને ખાતરી આપી કે આગામી દિવસોમાં ફરજીયાત ગુજરાતી ભણાવાય તે પ્રકારે પગલાં લેવાશે.

ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ પાસે હાઇકોર્ટે માગ્યો ખુલાસો

સ્કૂલોમાં માતૃભાષા ગુજરાતી નહીં ભણાવવા મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે સરકાર પાસે આવી સ્કૂલો શા માટે ગુજરાતી નથી ભણાવતી? તે અંગે ખુલાસો માગ્યો હતો. સરકારને બે વખત જવાબ રજૂ કરવા આદેશ કરવા છતા સોગંદનામું કરવામાં આવ્યુ ન હતું. ત્યારબાદ સરકારે રજૂ કરેલા જવાબમાં 13 સ્કૂલોમાં જ ગુજરાતી નહી ભણાવતી હોવાનો જવાબ આપ્યો હતો. હાઇકોર્ટે આવી સ્કૂલો પાસે ખુલાસો માગ્યો છે કે કયા કારણથી ગુજરાતી ભણાવતા નથી?

વધુ એક નબીરાનો ખેલ ! કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ
વધુ એક નબીરાનો ખેલ ! કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ
Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે
Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે
અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video
નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video
હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
હરભજને, નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર કહી આ વાત
હરભજને, નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર કહી આ વાત
પાટણમાં કામલપુર નજીકથી વધુ એક દાટેલુ બાળક મળી આવતા ચકચાર
પાટણમાં કામલપુર નજીકથી વધુ એક દાટેલુ બાળક મળી આવતા ચકચાર
છોટાઉદેપુરમાં લંપટ શિક્ષકે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં
છોટાઉદેપુરમાં લંપટ શિક્ષકે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં
દરિયાપુરમાં એકાઉન્ટન્ટે માલિકને કરોડોની ટોપી ફેરવી,પોલીસે તપાસ હાથ ધરી
દરિયાપુરમાં એકાઉન્ટન્ટે માલિકને કરોડોની ટોપી ફેરવી,પોલીસે તપાસ હાથ ધરી
PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ
PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">