Gujarati Video: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી, ગુજરાતી ન ભણાવતી શાળાઓ પાસે કોર્ટે માગ્યો ખૂલાસો
Ahmedabad: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા કેન્દ્રીય વિદ્યાલય સહિત બોર્ડમાં ગુજરાતી ન ભણાવતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. તો બીજી તરફ ગુજરાતી ન ભણાવતી શાળાઓ પાસે હાઈકોર્ટે ખૂલાસો માગ્યો છે.
રાજ્યની શાળાઓમાં ફરજીયાત ગુજરાતી ભણાવવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હજુ પણ કેન્દ્રીય વિદ્યાલય સહિત અને બોર્ડમાં ગુજરાતી ન ભણાવતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો કે, સરકારના જ પરિપત્રનો શા માટે અમલ કરાવવામાં નથી આવી રહ્યો? રાજ્ય સરકારે 23 શાળાને નોટિસ આપી હોવાની જાણ હાઇકોર્ટને કરી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટને ખાતરી આપી કે આગામી દિવસોમાં ફરજીયાત ગુજરાતી ભણાવાય તે પ્રકારે પગલાં લેવાશે.
ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ પાસે હાઇકોર્ટે માગ્યો ખુલાસો
સ્કૂલોમાં માતૃભાષા ગુજરાતી નહીં ભણાવવા મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે સરકાર પાસે આવી સ્કૂલો શા માટે ગુજરાતી નથી ભણાવતી? તે અંગે ખુલાસો માગ્યો હતો. સરકારને બે વખત જવાબ રજૂ કરવા આદેશ કરવા છતા સોગંદનામું કરવામાં આવ્યુ ન હતું. ત્યારબાદ સરકારે રજૂ કરેલા જવાબમાં 13 સ્કૂલોમાં જ ગુજરાતી નહી ભણાવતી હોવાનો જવાબ આપ્યો હતો. હાઇકોર્ટે આવી સ્કૂલો પાસે ખુલાસો માગ્યો છે કે કયા કારણથી ગુજરાતી ભણાવતા નથી?
માતૃભાષા અભિયાન દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીમાં એવી દલીલ કરાઇ હતી કે, ઇન્ટરનેશનલ બોર્ડ અને કેન્દ્રિય વિદ્યાલય સહિતના બોર્ડ દ્વારા ગુજરાતી ભાષા ભણાવાતી નથી.