ગુજરાતના ઘરેણા સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણના દાવા પોકળ, રાજ્યમાં બે વર્ષમાં 239 સિંહના થયા મોત
ગુજરાતના ગીરના સિંહો એ સૌરાષ્ટ્રનું ઘરેણુ છે. સમગ્ર દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓને ગીરમાં ખેંચી લાવતા આ ડાલામથ્થા, આ સાવજોના સંરક્ષણ, જતન પ્રત્યે સરકાર કેટલી બેદરકાર છે તેના ઉડીને આંખે વળગે તેવા આંકડા સામે આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સાચી ખબર જ નથી કે ગુજરાતમાં એક વર્ષમાં કેટલા સિંહોના મોત થયા છે.
ગુજરાતના ગીરના સિંહો એ સૌરાષ્ટ્રનું ઘરેણુ છે. સમગ્ર દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓને ગીરમાં ખેંચી લાવતા આ ડાલામથ્થા, આ સાવજોના સંરક્ષણ, જતન પ્રત્યે સરકાર કેટલી બેદરકાર છે તેના ઉડીને આંખે વળગે તેવા આંકડા સામે આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સાચી ખબર જ નથી કે ગુજરાતમાં એક વર્ષમાં કેટલા સિંહોના મોત થયા છે.
ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના દાવા વચ્ચે બે વર્ષમાં 239 સિંહોના મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમા 210 સિંહોના કુદરતી જ્યારે 29 સિંહના અકુદરતી મોત થયા છે.
ગુજરાત સરકાર કહે છે કે 2023ના વર્ષમાં ગુજરાતમાં 122 સિંહના મોત થયા જ્યારે કેન્દ્ર સરકાર કહે છે કે ગુજરાતમાં 2023માં 103 સિંહના મોત થયા છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2019થી 2023માં 555 સિંહોના મોત થયા છે વર્ષ 2019માં 113 મોત, વર્ષ 2020માં 124 મોત, વર્ષ 2021 – 105 મોત, જ્યારે વર્ષ 2022માં 110 સિંહોના મોત થયા છે. આંકડાઓની આ વિસંગતતા વચ્ચે હકીકત એ છે કે ગુજરાતમાં સિંહોના અકુદરતી મોત વધી રહ્યાં છે.
સિંહોના મોત એ દરેક સિંહપ્રેમીઓ માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં સિંહોના મોત મામલે લોકસભા અને વિધાનસભામા આંકડાઓમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. લોકસભાના બજેટ સત્રમાં આ અંગે કરાયેલા પ્રશ્નના ઉત્તરમાં એવો દાવો કરાયો છે કે ગુજરાતમાં 2023માં 103 સિંહના મોત થયા હતા. બીજી તરફ વિધાનસભામાં રજૂ કરાયેલા પ્રશ્નના ઉત્તરમાં વર્ષ 2023માં 122 સિંહના મોત થયા હતા. લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગત અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 555 સિંહોના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સિંહના મોતના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2022માં કુદરતી રીતે 104 સિંહોના મોત થયા જ્યારે અકુદરતી રીતે 59 સિંહોના મોત થયા છે, કુલ 186 સિંહોના મોત થયા છે. વર્ષ 2023માં 145 સિંહોના કુદરતી રીતે મોત થયા છે જ્યારે 73 સિંહોના અકુદરતી મોત થયા છે જે કુલ મળીને 218 સિંહોના મોત થયા છે.
90 કિલોમીટરના રેલવે ટ્રેક ફરતે માત્ર 15 કિલોમીટરમાં જ ફેન્સીંગ
અમરેલી જિલ્લાને ડાલામથ્થાનું ગઢ માનવામાં આવે છે. અહીં ખેતરોમાં કે સીમમાં જતી વેળાએ તમને સિંહનો ભેટો ન થાય તો જ નવાઈ. પણ આ સિંહોના ગઢમાં જ હવે તેઓ અસુરક્ષિત બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ડાલામથ્થાના આ ગઢમાં સિંહની પાછળ જાણે મોત પડ્યુ છે. જેમા સૌથી પહેલુ કારણ છે રેલવે ટ્રેક ફરતે ફેન્સિંગનો અભાવ.
90 કિલોમીટરના આવા ટ્રેક ફરતે માત્ર 15 કિલોમીટરના ટ્રેક પર જ તારની વાડ છે. ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી હોવાના સરકારના દાવા વચ્ચે આ ચોંકાવનારો ખુલાસો થયો છે. સાથે જ વન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ, ટ્રેકર્સની નિમણૂક સહિતના દાવા પણ પોકળ સાબિત થયા છે.
આ પણ વાંચો: 370 સીટ જીતવાનો પીએમ મોદીનો દાવો, આ પાંચ મુશ્કેલીઓને પાર કર્યા વિના નહીં પુરો થાય ભાજપનો આ ટાર્ગેટ
વનવિભાગમાં સ્ટાફની અછત
રાજ્યમાં જેમ દરેક વિભાગોમાં ભરતીની બૂમરાણ છે. વન વિભાગમાં પણ એવું જ છે. વનવિભાગમાં પણ કર્મચારીઓની અછત છે અને તેથી યોગ્ય સારસંભાળ રાખી શકાતી નથી. લગભગ 80 ટકા વન્યજીવ સંભાળ કેન્દ્રોમાં ડૉક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. વાઇલ્ડલાઇફ કેર સેન્ટરોમાં 18 મંજૂર કરાયેલા ડૉકટરોની કાયમી 14 જગ્યાઓમાંથી 31 ડિસેમ્બર, 2023 સુધી ખાલી છે. જેમાં ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના કેન્દ્રોનો સમાવેશ થાય છે. જો કે, રાજ્યએ અન્ય 13 વેટરનરી ડૉક્ટરોની કોન્ટ્રાક્ટ આધારે નિમણૂક કરી છે. જેમાં જૂનાગઢમાં પાંચ, ભાવનગર અને ગીર સોમનાથમાં બે-બે અને પોરબંદર, મોરબી, અમરેલી અને બનાસકાંઠામાં એક-એકનો સમાવેશ થાય છે.