370 સીટ જીતવાનો પીએમ મોદીનો દાવો, આ પાંચ મુશ્કેલીઓને પાર કર્યા વિના નહીં પુરો થાય ભાજપનો આ ટાર્ગેટ

2024ની લોકસભા ચૂંટણીની લડાઈ ભાજપ માટે એટલી આસાન નથી. રામ મંદિરના ઉદ્દઘાટનથી પાર્ટીમાં પક્ષ તરફી માહોલ જરૂર બન્યો છે. પરંતુ આંકડાની હકીકતને જોતા પેચ ફસાઈ શકે છે. જેને જોતા ભાજપને હજુ મહેનત કરવી પડશે.

370 સીટ જીતવાનો પીએમ મોદીનો દાવો, આ પાંચ મુશ્કેલીઓને પાર કર્યા વિના નહીં પુરો થાય ભાજપનો આ ટાર્ગેટ
Follow Us:
| Updated on: Feb 06, 2024 | 10:45 PM

લોકસભા ચૂંટણીમાં બસ હવે કેટલાક દિવસો બાકી રહ્યા છે ભાજપ આ ચૂંટણીમાં સતત અબકી બાર 400 પારનો નારો લગાવી રહી છે. પીએમ મોદીએ સોમવારે સંસદમાં ભાજપ માટે 370 સીટ જીતવાનો દાવો કરવાની સાથે ટાર્ગેટ સેટ કર્યો. જો કે આ લક્ષ્ય એટલુ પણ આસાન નથી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 37 ટકા વોટ સાથે 303 સીટ જીતવામાં સફળ રહી હતી. પીએમ નરેન્દ્ર મોદીના નામ અને કામના જોરે પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ વધુ સીટ અને વોટ જીતવામાં સફળ રહી હતી.

2019માં 2014ની સરખામણીએ 6 ટકા વોટ વધુ મળ્યા હતા અને લગભગ 21 સીટ પણ વધુ જીતવામાં સફળ રહી હતી. હવે જ્યારે લક્ષ્ય વધી ગયુ છે તો સ્વાભાવિક છએ પડકારો પણ મોટા હશે. પરંતુ જે પ્રકારે દેશમાં હાલ માહોલ છે તેને જોઈને લાગે છે કે ભાજપની સામે 370 સીટ જીતવી એ પહાડ જેવડો ટાર્ગેટ છે. પણ જ્યારે આંકડાની હકીકત જોઈએ તો લાગે કે ભાજપ માટે તેની જુની સફળતાનું પુનરાવર્તન કરવુ પણ મુશ્કેલ છે. દેશના આ પાંચ હિસ્સામાં મુશ્કેલીઓને પાર કર્યા વિના ભાજપ માટે પીએમ નરેન્દ્ર મોદીના દાવાને પુરો કરવામાં સફળ નહીં થઈ શકે

1- પંજાબ-હરિયાણા-હિમાચલ-કાશ્મીર અને દિલ્હીમાં આ વખતે મુશ્કેલી

2014 બાદ ભાજપે દેશમાં ગગનચુંબી લોકપ્રિયતા મેળવી છે પરંતુ પરંતુ ઉત્તર ભારતના પંજાબ અને દિલ્હીમાં લોકો ભાજપથી દૂર જતા રહ્યા છે. જ્યારે પાર્ટીએ આ રાજ્યોમાં ભાજપને સ્થાપિત કરવા માટે હરસંભવ તમામ પ્રયાસ કર્યા છે. જો કે આ નાના રાજ્યો છે પરંતુ 370ના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે એક-એક સીટ મહત્વની છે. પંજાબમાં, ભાજપનો આમ આદમી પાર્ટી સામે જંગ છે. અને હવે જૂના સહયોગી શિરોમણી અકાલી દળ પણ સાથે નથી. મતલબ કે આ વખતે 13માંથી 2 બેઠકો પણ જીતવી મુશ્કેલ બની શકે છે. કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર ચૂંટણી યોજાશે. લદ્દાખમાં કેન્દ્ર વિરુદ્ધ તાજેતરના આંદોલનોને કારણે ત્યાંની સીટ પણ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હિમાચલમાં પણ હાલ કોંગ્રેસની સરકાર છે. અને સ્વાભાવિક છે કે જે પાર્ટી સત્તામાં હોય તેને થોડો માઈલેજ તો મળે જ છે. ગયા વખતે ભાજપને અહીં 4માંથી 4 બેઠકો મળી હતી. આ વખતે અહીં તમામ સીટો જીતવી મુશ્કેલ સાબિત થઈ શકે છે. ગત વખતે દિલ્હીમાં પણ ભાજપે તમામ 7 બેઠકો જીતી હતી, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવી અને નગર નિગમો પર પણ કબજો જમાવ્યો છે તેને જોતા અહીં પડકાર વધી ગયો છે. દિલ્હીમાં વધુ એક પડકાર એ છે કે અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની શક્યતાઓ છે. તેનો સીધો અર્થ એ છે કે અહીં પણ તમામ સીટો જીતવી ભાજપ માટે મુશ્કેલ છે.

2- યુપીમાં સીટો વધારવી ઠંડી ખીર સમાન સાબિત થશે

ઉત્તર પ્રદેશમાં 2019ની ચૂંટણીમાં, ભાજપ 80માંથી 62 બેઠકો જીતવામાં સફળ રહી હતી. 2 બેઠકો સહયોગી દળોએ જીતી હતી. બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી, કદાચ આ જ કારણ હતું કે ભાજપ યુપીમાં 2014ની સફળતાનું પુનરાવર્તન કરી શકી નથી. બહુજન સમાજ પાર્ટીને 10 બેઠકો મળી હતી જ્યારે સમાજવાદી પાર્ટી માત્ર 5 બેઠકો જીતવામાં સફળ રહી હતી.. અખિલેશ યાદવ અને જયંત ચૌધરી વચ્ચે પરસ્પર સમજૂતી થઈ છે. જ્યારે કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી અંગે સતત ચર્ચા ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 11 બેઠકોની ઓફર કરી છે. જો આ સમજૂતી થઈ જશે તો ભાજપ માટે અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન કરવું આસાન નહીં રહે.

ગત વખતે પૂર્વી યુપીના ઘણા જિલ્લાઓમાં ભાજપનો સફાયો હતો. જો તાજેતરની ઘોસી પેટાચૂંટણીને ઉદાહરણ તરીકે લેવામાં આવે તો ભાજપની મુશ્કેલી હજુ પણ ઓછી થઈ નથી. એ કોણ નથી જાણતું કે ભાજપે ઘોસીમાં સમાજવાદી પાર્ટીના પછાત વર્ગના નેતા દારા સિંહ ચૌહાણને ટિકિટ આપી હતી અને રાજભરના નેતા ઓમપ્રકાશ રાજભરે પણ જોરશોરથી પ્રચાર કર્યો હતો, છતાં ભાજપ અહીંથી જીતી શક્યું ન હતું. યુપીમાં 10 સીટો વધાર્યા વગર એટલે કે 72 સીટો જીત્યા વગર ભાજપ માટે આ વખતે 370નો આંકડો હકીકત બનવો મુશ્કેલ છે.

3-પૂર્વોતરના રાજ્યોમાં પણ આ વખતે ભાજપ માટે પડકાર રહેશે

આ વખતે ભાજપને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં પોતાની સફળતાનું પુનરાવર્તન કરવું મુશ્કેલ જ લાગી રહ્યું છે. ભાજપ પાસે ઓરિસ્સાથી માત્ર આઠ લોકસભા સાંસદો છે, જ્યારે બીજેડી પાસે 20 બેઠકો છે. ઓરિસ્સામાં ભાજપ માટે મુશ્કેલ સ્થિતિ એટલે પણ લાગી રહી છે કારણ કે હજુ સુધી ભાજપ અહીં આક્રમક રાજનીતિ નથી કરી રહી. ઓરિસ્સાના સીએમ નવીન પટનાયક સાથે ભાજપનો મૈત્રીપૂર્ણ મુકાબલો છે. બીજી તરફ નવીન પટનાયક પણ ભાજપની રાજનીતિ કરી રહ્યા છે. ભાજપ પાસે જો અયોધ્યાનું રામ મંદિર છે તો નવીન પટનાયક પાસે પુરીનો કોરિડોર છે. એ જ રીતે 370 સીટોના સપનાને પુરુ કરવા માટે બંગાળમાં પણ બાધા ઓછી નથી. ભાજપને અહીં તેના 18 બેઠકોના જૂના રેકોર્ડને પાર કરવાની પણ કોઈ આશા દેખાતી નથી. જે રીતે વિધાનસભા ચૂંટણીઓ બાદ ટીએમસી ફરી મજબૂત થઈ છે તે જોતાં એવું લાગતું નથી કે ભાજપ તેની જૂની બેઠકો પણ જાળવી શકશે.

4. દક્ષિણ ભારતમાં 25ને બદલે 30 બેઠકો જીતી જાય તો કંઈક વાત બને

આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25 બેઠકો છે, જેમાંથી ભાજપને છેલ્લી ચૂંટણીમાં એક પણ બેઠક મળી ન હતી. તમિલનાડુની 39 બેઠકોમાંથી ભાજપના ખાતામાં કંઈ આવ્યુ નથી. અને આ વખતે પણ અહીં કપરા ચઢાણ છે. કેરળની 20 બેઠકોમાંથી પણ ભાજપ માટે ખાતું દેખાતુ નથી. આ ત્રણ રાજ્યોની કુલ મળીને 84 સીટો છે. જો ભાજપને 400 સીટોનો ટાર્ગેટ હાંસલ કરવો હોય તો આ રાજ્યોમાં માત્ર ખાતુ ખોલવાથી નહીં પરંતુ સારુ પ્રદર્શન પણ કરવુ પડશે.

370નો આંકડો પાર કરવા માટે પાર્ટીને કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ઓછામાં ઓછી 30 સીટોની જરૂર પડશે, જે ઘણુ મુશ્કેલ લાગે છે. આ રાજ્યોની કુલ 101 બેઠકોમાંથી ભાજપ પાસે માત્ર ચાર બેઠકો છે, જે તેલંગાણામાં જીતી હતી. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ તે જૂની બેઠકો મેળવવી પણ મુશ્કેલ થઈ શકે છે.. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કર્ણાટકમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. છેલ્લી સામાન્ય ચૂંટણીમાં ભાજપે અહીં 28માંથી 25 બેઠકો જીતી હતી. આ વખતે પાર્ટીએ જેડીએસ સાથે ચૂંટણી સમજૂતી કરી છે. આથી સ્વાભાવિક છે કે ભાજપે જેડીએસને 4 બેઠકો આપવી પડશે. કર્ણાટકમાં પણ હવે ભાજપ પાસે સત્તા નથી અને સત્તા પરિવર્તન બાદ રાજ્યના રાજકારણમાં કોંગ્રેસ વધુ મજબૂત બની છે. જ્યારે તમિલનાડુ અને કેરલમાં આજે પણ કોઈ ચમત્કાર જ ભાજપને સીટ અપાવી શકે છે. જો કે પાર્ટી હાલ આ રાજ્યોમાં જે રીતે મહેનત કરી રહી છે તે જરૂર રંગ લાવશે.

આ પણ વાંચો: Breaking News: ચૂંટણી પંચ તરફથી શરદ પવારને મળ્યો મોટો ઝટકો, અજીત પવારની પાર્ટીને ગણાવી અસલી NCP

5-મહારાષ્ટ્રની સમસ્યા

ઉત્તર પ્રદેશ પછી સૌથી વધુ લોકસભા સાંસદો મહારાષ્ટ્રમાંથી આવે છે. અહીં 48 સીટોમાંથી ભાજપને 23 બેઠકો મળી હતી. જો કે, 2029 પછી, ગોદાવરીમાં ઘણું પાણી વહી ગયું છે. મહારાષ્ટ્રના ચૂંટણી સમીકરણો ઘણા બદલાઈ ગયા છે. ભાજપે શિવસેના અને એનસીપીને તોડીને તેના દુશ્મનોને નબળા પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ચૂંટણીની દૃષ્ટિએ પાર્ટી હજુ પણ નબળી પડી રહી છે. કારણ એ છે કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પક્ષ વગર પણ મજબૂત છે. જો અહીં ઈન્ડિચા ગઠબંધનમાં સીટ શેરીંગ થાય છે તો ભાજપ માટે મુશ્કેલ સાબિત થશે.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">