અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરીંગ કામને કારણે 13 જાન્યુઆરી સુધી આટલી ટ્રેનો થશે પ્રભાવિત, જુઓ List

રેલ્વે દ્વારા બિનઆરક્ષિત મુસાફરોની સુવિધા માટે વધારાના જનરલ કોચ ઉમેરવામાં આવ્યા છે. આનાથી સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે વધુ સારી પહોંચ અને સુવિધા સુનિશ્ચિત થશે. આ સાથે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રીપેરીંગ કામ માટે 30 દિવસ માટે વિવિધ ટ્રેનો પ્રભાવિત થશે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરીંગ કામને કારણે 13 જાન્યુઆરી સુધી આટલી ટ્રેનો થશે પ્રભાવિત, જુઓ List
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Dec 11, 2024 | 9:31 PM

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રીપેરીંગ કામ માટે 30 દિવસ માટે પ્રસ્તાવિત બ્લોકના કારણે કેટલીક પેસેન્જર/મેમૂ ટ્રેનો પ્રભાવિત રહેશે. જેમની વિગતો નીચે પ્રમાણે છે

રદ ટ્રેનો

  •  તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમૂ પૂર્ણપણે રદ રહેશે. આંશિક રૂપે રદ ટ્રેનો
  • તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
  • તારીખ 14.12.2024 થી 12.01.2025 સુધી ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમૂ અમદાવાદ અને આણંદ વચ્ચે આંશિક રદ રહેશે.
  • તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
  • તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.

વર્ષ 2024-25માં 1900 થી વધુ નોન-એસી કોચ વધારવામાં આવી રહ્યા છે, જેમાં 384 EMU કોચ અને 185 MEMU કોચનો સમાવેશ થશે અને અંદાજે 72 લાખ મુસાફરોને તેનો લાભ મળશે.

નોન-એસી કોચ માટે 2:3 અને એસી કોચ માટે 1:3નો ગુણોત્તર જાળવી રાખીને આર્થિક રીતે નબળા વર્ગો અને અન્ય લોકો માટે સુવિધાઓના વિસ્તરણને રેલવે દ્વારા સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સામાન્ય કોચની વધતી માંગને પહોંચી વળવા માટે ખાસ ઉત્પાદન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષમાં પહેલાથી જ 1914 કોચ ઉમેરવામાં આવ્યા છે, જેમાં 384 EMU કોચ અને 185 MEMU કોચનો સમાવેશ થાય છે, જે અનરિઝર્વ્ડ કેટેગરીના મુસાફરો માટે સુવિધા સુનિશ્ચિત કરે છે. લગભગ 72 લાખ મુસાફરોને તેનો લાભ મળશે.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, રેલ્વે મુસાફરી પ્રત્યે સામાન્ય લોકોની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને, તમામ રેલ્વે ઝોન અને વિભાગોમાં વધારાના જનરલ કોચ ઉમેરવાની પ્રક્રિયા ચાલી રહી છે. દેશ આ ક્રમમાં, પશ્ચિમ રેલવે દ્વારા છેલ્લા છ મહિનામાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર સુધીમાં 78 જોડી ટ્રેનોમાં જનરલ ક્લાસ (GS)ના લગભગ 150 નવા વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. જેનો દરરોજ હજારો વધારાના મુસાફરો લાભ લઇ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">