સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજ માટે વકીલોના નામની ભલામણ કરી
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના જજની નિમણૂક માટે સાત વકીલોના નામની ભલામણ કરી છે.
![સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજ માટે વકીલોના નામની ભલામણ કરી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2021/09/gujarat-highcourt.jpg?w=1280)
ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat Highcourt) જજોની ઓછી સંખ્યાના પગલે સુપ્રીમ કોર્ટ(Supreme Court) કોલેજિયમે( Collegium) જજની નિમણૂક માટે સાત વકીલોના નામની ભલામણ કરી છે.સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ભલામણ કરેલા વકીલોમાં બે મહિલા અને પાંચ પુરુષ વકીલોનો સમાવેશ થાય છે. જેમના નામ આ મુજબ છે.
1. મૌના મનીષ ભટ્ટ
2. સમીર જે દવે
3. હેમંત એમ પ્રચ્છક
4. સંદીપ એન ભટ્ટ
5. અનિરુદ્ધ પ્રદ્યુમ્ન માયી
6. નિરલ રશ્મીકાંત મહેતા
7. નિશા મહેન્દ્રભાઈ ઠાકોર
ભલામણ કરાયેલા વકીલોમાંના એક અનિરુદ્ધ પી માયી સુપ્રીમ કોર્ટના એડવોકેટ-ઓન-રેકોર્ડ છે. ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે 26 જજ છે જ્યારે મંજૂર થયેલા જજની સંખ્યા 52 છે. એટલે કે 50 ટકા જજની સંખ્યા ખાલી જગ્યા છે.
આ પણ વાંચો : Tv9 Exclusive: જૂનાગઢના વિલિંગ્ડન ડેમના પાણીમાં તણાતા યુવાનને મહિલાઓએ દુપટ્ટાની મદદથી બચાવ્યો
આ પણ વાંચો : રાજકોટના ભાદર-1 ડેમના ઓવરફ્લોનો આકાશી નજારો સામે આવ્યો, જુઓ વિડીયો