Gujarat વિદ્યાપીઠમાં તોતિંગ ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ, કુલનાયક- કુલસચિવને ઈમેલ કર્યા
વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ફી વધારો પરત ખેંચવા માટે અભિયાન ઉપાડ્યું છે. જેમાં તમામ UG અભ્યાસની એજ્યુકેશન અને અન્ય ફી મળી 7000 કરાઈ છે. જ્યારે Pg અભ્યાસક્રમમાં 10000 કરાઈ છે. ડિપ્લોમા 6000 ફી કરાઈ છે. તેમજ PHD ની 15000 જેટલી ફી કરાઈ છે.
Ahmedabad :ગૂજરાત વિદ્યાપીઠ(Gujarat Vidhyapith) દ્વારા કરવામાં આવેલા તોતિંગ ફી વધારાને(Fee Hike) લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ ફી વધારો પરત ખેંચવા માટે કુલનાયક- કુલસચિવને ઈમેલ કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓએ ફી વધારો પાછો ખેંચવા વિનંતી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ફી વધવાથી ગરીબ અને આદિવાસી બાળકો વિદ્યાપીઠમાં નહિ અભ્યાસ કરી શકે. ગાંધીજીએ વિદ્યાપીઠ ફી માટે નહીં પણ છેવાડાના બાળકોને શિક્ષણ મળે તે માટે સ્થાપના કરી હતી. તેમજ નવા મેનેજમેન્ટને માત્ર ફી માં રસ હોય તેવું દેખાઈ રહ્યું છે.ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓના માથે 270 ટકા જેટલો ફી વધારો ઝિંકતા આક્રોશ ફેલાયો છે.
અગાઉની ફી કરતા 4 ગણો વધારો કરવામાં આવ્યો
જેના પગલે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ફી વધારો પરત ખેંચવા માટે અભિયાન ઉપાડ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં યુજી, પીજી, ડીપ્લોમા સહિતના કોર્સની ફીનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં તમામ UG અભ્યાસની એજ્યુકેશન અને અન્ય ફી મળી 7000 કરાઈ છે. જ્યારે Pg અભ્યાસક્રમમાં 10000 કરાઈ છે. ડિપ્લોમા 6000 ફી કરાઈ છે. તેમજ PHD ની 15000 જેટલી ફી કરાઈ છે. જેમાં અગાઉની ફી કરતા 4 ગણો વધારો કરવામાં આવ્યો છે.
છાત્રાલયની ફીમાં પણ બેથી ત્રણ ગણો વધારો કરવાની પણ વિચારણા
આ ઉપરાંત, વર્ષ-2022-23 મુજબ છાત્રાલયની વાર્ષિક ફી રૂ.12,000 નક્કી કરવામાં આવી હતી. પરંતુ ભોજન બીલમાં વધારો થતાં બીજા સેમેસ્ટરમાં ફીમાં થોડો વધારો થતો હતો. પરંતુ બાદમાં વિદ્યાર્થીઓનું ભોજન બીલ ઓછુ આવે તો વધારાની ફી પરત કરવામાં આવતી હતી. પરંતુ નવા શૈક્ષણિક વર્ષમાં છાત્રાલયની ફીમાં પણ બેથી ત્રણ ગણો વધારો કરવાની પણ વિચારણા ચાલી રહી છે.
80 ટકાથી વધુ વિદ્યાર્થી અંતરિયાળ વિસ્તારમાંથી અને ગરીબ-મધ્યમવર્ગમાંથી આવે છે
ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં 80 ટકાથી વધુ વિદ્યાર્થી અંતરિયાળ વિસ્તારમાંથી અને ગરીબ-મધ્યમવર્ગમાંથી આવે છે. જેથી તેમના માટે છાત્રાલયમાં રહેવુ અનિવાર્ય છે. તેથી વિદ્યાપીઠ દ્વારા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
(With Input, Narendra Rathod, Ahmedabad)
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો