અમદાવાદના આ ભૂલકાઓ પોતાનું ગ્રૂપ બનાવીને લોકોને આપે છે સ્વચ્છતાની સમજ, ઘરે ઘરે જઈને ફેલાવે છે જાગૃતિ
અમદાવાદના સત્યમેવ વિસ્ટામાં રહેતાં બાળકો મોબાઈલ ફોનની દૂનિયાથી દૂર રહીને કરી રહ્યાં છે અનોખું કામ. સ્વચ્છટાને લઈને જાગૃતિ ફેલાવવા માટે ઘરે ઘરે જઈને લોકોને સમજાવે છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત, આ સુત્રો સાથે સરકાર ભારત, રાજય અને શહેરોમા સ્વચ્છતા લાવવાનો પ્રયાસ કરી રહી છે, જોકે હજુ પણ કેટલાક એવા લોકો છે […]
અમદાવાદના સત્યમેવ વિસ્ટામાં રહેતાં બાળકો મોબાઈલ ફોનની દૂનિયાથી દૂર રહીને કરી રહ્યાં છે અનોખું કામ. સ્વચ્છટાને લઈને જાગૃતિ ફેલાવવા માટે ઘરે ઘરે જઈને લોકોને સમજાવે છે.
સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત, આ સુત્રો સાથે સરકાર ભારત, રાજય અને શહેરોમા સ્વચ્છતા લાવવાનો પ્રયાસ કરી રહી છે, જોકે હજુ પણ કેટલાક એવા લોકો છે કે જેઓમાં સ્વચ્છતાને લઈને જાગૃતીનો અભાવ જોવા મળ્યો છે, ત્યારે આ જ જાગૃતીના અભાવ વચ્ચે ગોતામા સત્યમેવ વિસ્તામા રહેતા બાળકોએ એવા નવતર પ્રયાસ હાથ ધર્યો છે, જેમ કોર્પોરેશન ડોર ટુ ડોર ડમ્પ વ્હિકલ ચલાવીને કચરો દુર કરીને શહેરમા સ્વચ્છતા લાવવાનો પ્રયાસ કરે છે, તે રીતે બાળકો તેમના જ એપાર્ટમેન્ટમાં દરેક ઘરે ઘરે ફરે છે. અને દરેક ઘરે ફરીને સમજ પુરી પાડે છે કે ભીનો અને સુકો કચરો અલગ પાડવો કેટલો જરૂરી છે.
હાર્દિ અગ્રવાલ, કિડોઝ કલબ જણાવે છે કે કિડોઝ કલબ છે, અવેરનેશ ફેલાવીએ છીએ, એક્ટીવીટી પ્લાન કરીએ છીએ, આ વખતે સ્વચ્છતાનો મુદો લીધો છે, સુકો અને ભીનો કચરો અલગ આપવા જણાવ્યુ,કોર્પોરેશને કીધુ હતુ પણ બધા લોકો કરતા ન હતા એટલે અમે વિચાર્યુ અને આ કરીએ છીએ.
કૈરવી શાહ, કિડોઝ કલબ કહે છે કે મેગેઝીનમાં એવુ છે કે અમે બધા લોકો જ કરીએ છીએ, બનાવવા પાછળનું એક જ કારણ કે બધા ટીવી જોવે છે તો તે લોકો આવે અને વાંચે અને એક્ટીવીટીમા ભાગ લે. ભરત શાહ, સ્થાનિક કહે છે કે કિડોઝ કલબના બાળકો છે આવી પ્રવૃતી કરી દાખલો બેસાડવા માગે છે, છોકરાઓ સારુ કામ કરે છે, આગળનુ વિચારીને કામ કરે છે. કિડોઝ ગ્રુપ અને ગ્રુપના બાળકો અને તેમના વાલીઓએ આ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. જે પ્રયાસ પરથી લાગી રહ્યું છે કે શહેરમા અન્ય લોકોએ પણ આ પ્રકારની પ્રવૃતી કરવાની જરૂર હોય તેમ લાગી રહ્યુ છે. શહેર અને બાદમાં રાજય અને બાદમા ભારતને સ્વચ્છ બનાવી શકાશે. સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાતનુ સુત્ર સાર્થક થશે તેમ કહેવાશે.