પત્ની દીપિકા નહીં, પણ કૃતિ સેનન સાથે રણવીર સિંહ પહોંચ્યો કાશી વિશ્વનાથ મંદિર, જાણો કારણ
રવિવારે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ કૃતિ સેનન અચાનક વારાણસી પહોંચી ગયા. બંનેએ ત્યાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ સિવાય બંને સ્ટાર્સે ત્યાં પૂજા પણ કરી હતી. વારાણસીમાં પોતાના ફેવરિટ સ્ટારને જોયા બાદ ચાહકો બેહાલ બની ગયા હતા અને એક ઝલક મેળવવા માટે તમામ પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
રણવીર સિંહ, કૃતિ સેનન રવિવારે વારાણસી પહોંચ્યા હતા જ્યાં તેઓએ સાથે મળીને કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરી હતી અને પછી તેમના ચાહકોને મળ્યા હતા. રણવીર અને કૃતિની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં બંને સ્ટાર્સ મહાદેવની ભક્તિમાં તલ્લીન જોઈ શકાય છે. રણવીર અને કૃતિને એકસાથે જોઈને ચાહકોને ઉત્સુક થઈ ગયા છે કે શું હવે બન્નેની એકસાથે ફિલ્મ આવી રહી છે કે કેમ?
તમને જણાવી દઈએ કે હાલ રણબીર અને કૃતિને સાથે જોઈને ફેન્સના મનમાં પ્રશ્ન છે કે બન્ને સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે તો તેમ નથી પણ તેઓ એક બીજા પ્રોજેક્ટ માટે સાથે જોવા મળ્યા હતા. કાશી મંદિરમાં તે બંનેની સાથે મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા. ત્યારે તેમની જ ઈવેન્ટ માટે બન્ને સાથે જોવા મળ્યા હતા. રણવીર સિંહ અને કૃતિ સેનન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. રણવીર સિંહ ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની પોલીસ ડ્રામા ‘સિંઘમ અગેન’ અને ‘ડોન 3’માં જોવા મળશે. જ્યારે કૃતિની ફિલ્મ ‘ક્રુ’ બાદ ટૂંક સમયમાં ફિલ્મ ‘દો પત્તી’માં જોવા મળશે.
View this post on Instagram
કઈ ઈવેન્ટ માટે રણબીર અને કૃતિ સાથે દેખાયા?
14 એપ્રિલ, 2024, રવિવારની સાંજે નમો ઘાટ ખાતે મનીષ મલ્હોત્રાનો ફેશન શો, ભારતીય લઘુમતી ફાઉન્ડેશન દ્વારા વારાણસીના હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત બે દિવસીય કાર્યક્રમનો ભાગ હતો. રણવીર અને કૃતિ ભારતીય સંસ્કૃતિના બનારસી કપડાં અને કારીગરોના શોસ્ટોપર્સ બન્યા. રણવીરે મેટાલિક અને ડાર્ક કલરની શેરવાની પહેરી હતી જ્યારે કૃતિએ બ્રાઈડલ રેડ લહેંગા પહેર્યો હતો.
#WATCH | Varanasi, Uttar Pradesh: Actress Kriti Sanon and actor Ranveer Singh participate in a fashion show curated by Indian Fashion Designer Manish Malhotra on the theme ‘Banarasi Saree- A tapestry of Indian culture & Craftsmen’ pic.twitter.com/eaR7CLehJR
— ANI (@ANI) April 14, 2024
મંદિર દર્શન પર શું કહ્યું રણબીર અને કૃતિએ ?
ANI સાથે વાત કરતા રણવીરે કહ્યું, ‘કાશી વિશ્વનાથ મંદિરમાં આવીને આજે જે અનુભવ થયો છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. હું હંમેશાથી ભગવાન શિવનો ભક્ત રહ્યો છું અને હું અહીં પહેલીવાર આવ્યો છું. હું ઈચ્છું છું કે આગલી વખતે હું મારી માતા સાથે અહીં આવી શકું. કૃતિએ કહ્યું, ‘હું એક એડ શૂટ માટે દસ વર્ષ પહેલાં અહીં આવી હતી, પરંતુ મારી પાસે સમય નહોતો તેથી હું તે સમયે દર્શન કરી શકી ન હતી. જો કે, આ વખતે મને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેવાનો મોકો મળ્યો અને અહીં આવીને મને ખૂબ આનંદ થયો. આ જગ્યા વિશે કંઈક અલગ જ છે.