હાથમાં બંદૂક, ચહેરા પર લોહી..’લેડી ડોન’ બની સામંથા રુથ પ્રભુ, આગામી પ્રોજેક્ટની કરી જાહેરાત, જુઓ-Video

સામંથાએ તેના ચાહકોને એક સરપ્રાઈઝ પણ આપ્યું છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે. ખરેખર, તેના જન્મદિવસ પર, સામંથાએ તેના ચાહકો માટે તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ સાથે અભિનેત્રીએ તેની ફિલ્મનું પોસ્ટર અને મોશન વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેનો લેડી ડોન વારો વિકરાળ લુક લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે.

હાથમાં બંદૂક, ચહેરા પર લોહી..'લેડી ડોન' બની સામંથા રુથ પ્રભુ, આગામી પ્રોજેક્ટની કરી જાહેરાત, જુઓ-Video
Samantha Ruth Prabhu
Follow Us:
| Updated on: Apr 29, 2024 | 12:37 PM

સાઉથની અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ 37 વર્ષની થઈ છે. આવી સ્થિતિમાં, અભિનેત્રીના જન્મદિવસના ખાસ અવસર પર, તેના ચાહકો, સંબંધીઓ, પરિવાર અને મિત્રો બધા તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર, સામંથાએ તેના ચાહકોને એક સરપ્રાઈઝ પણ આપ્યું છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે.

ખરેખર, તેના જન્મદિવસ પર, સામંથાએ તેના ચાહકો માટે તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ સાથે અભિનેત્રીએ તેની ફિલ્મનું પોસ્ટર અને મોશન વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેનો લેડી ડોન વાળો વિકરાળ લૂક લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સમંથા રૂથ પ્રભુ બની લેડી ડોન

ત્યારે આ અંગે ફેન્સ સવાલ કરી રહ્યા છે આખરે સામંથા લેડી ડોન કેમ બની? તો તમને જણાવી દઈએ કે સામંથાની આગામી ફિલ્મ ‘બંગારામ’નું આ ફર્સ્ટ પોસ્ટ છે. આ ફિલ્મના પોસ્ટરમાં સામંથા ખૂબ જ ખતરનાક અવતારમાં જોવા મળવાની છે. આ દરમિયાન અભિનેત્રી હાથમાં બંદૂક પકડેલી જોવા મળે છે. આ સાથે આ પોસ્ટરમાં તેના ચહેરા પર લોહીના છાંટા દેખાઈ રહ્યા છે.

પોસ્ટ રિલિઝ થતા જ વાયરલ

‘બંગારામ’ના ફર્સ્ટ લૂકમાં એક્ટ્રેસે પોતાના જોરદાર લુકથી લોકોના દિલ જીતી લીધા છે. તેનો આ લુક હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર અને મોશન વિડીયો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શન લખ્યું કે, ‘સોનું બનવા માટે દરેક વસ્તુ ચમકદાર હોવી જરૂરી નથી’, બંગારામ ટૂંક સમયમાં શરૂ થશે.

હવે ‘બંગારામ’ની જાહેરાત બાદ અભિનેત્રીના જન્મદિવસની ઉજવણી બમણી થઈ ગઈ છે. અભિનેત્રીનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. લોકો હવે અભિનેત્રીની ફિલ્મ વિશે વધુ જાણવા માટે ઉત્સાહિત જણાય છે. આ પોસ્ટર પર ચાહકોએ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે. એકે લખ્યું, ‘આગ લગાવી દીધી’, બીજાએ લખ્યું, ‘આ જાહેરાત કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે.’

સામંથા રૂથ પ્રભુનું વર્કફ્રન્ટ

‘બંગારામ’ ઉપરાંત, સામંથા ‘સિટાડેલ: હની બન્ની’ની રિલીઝની તૈયારી કરી રહી છે. રાજ અને ડીકે દ્વારા દિગ્દર્શિત આ શ્રેણીમાં વરુણ ધવન પણ છે. સ્પાય થ્રિલર પ્રિયંકા ચોપરાની ‘સિટાડેલ’નું હિન્દી વર્ઝન છે જે પ્રાઇમ વીડિયો પર પ્રિમિયર થશે.

g clip-path="url(#clip0_868_265)">