અક્ષય કુમારથી લઈને જાહ્નવી કપૂર, સપનાની નગરીમાં મતદાન કરવા પહોચ્યાં ફિલ્મી સિતારા, લાઈનમાં ઉભા રહી આપ્યો વોટ, જુઓ-VIDEO

લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. મુંબઈમાં પણ આજે મતદાન છે. આ એપિસોડમાં બોલિવૂડ સ્ટાર્સ પોતાનો વોટ આપવા પહોંચી રહ્યા છે. બી-ટાઉનના ઘણા કલાકારો વહેલી સવારે મતદાન મથકો પર મતદાન કરતા જોવા મળ્યા હતા. જેમાં અક્ષય કુમારથી લઈને જાહ્નવી કપૂર જેવા મોટા નામ સામેલ છે.

અક્ષય કુમારથી લઈને જાહ્નવી કપૂર, સપનાની નગરીમાં મતદાન કરવા પહોચ્યાં ફિલ્મી સિતારા, લાઈનમાં ઉભા રહી આપ્યો વોટ, જુઓ-VIDEO
Akshay Kumar to Janhvi Kapoor came to vote See video
Follow Us:
| Updated on: May 20, 2024 | 11:04 AM

લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે સોમવારે સવારે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં 49 સંસદીય મતવિસ્તારોમાં કડક સુરક્ષા અને વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થઈ ગયુ છે . મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

ભારતીય ચૂંટણી પંચ (ECI) અનુસાર, સોમવારે ઓડિશા વિધાનસભાની 35 વિધાનસભા બેઠકો માટે એક સાથે મતદાન થશે. 49 સંસદીય મતવિસ્તારોમાંથી એક એવા મુંબઈમાં આજે ચૂંટણી છે. આ કારણે બોલિવૂડ સ્ટાર્સ મતદાન કરવા પહોચ્યાં હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અક્ષય કુમારે પણ મતદાન કર્યું હતું

અભિનેતા અક્ષય કુમાર પણ તેમના નિયુક્ત મતદાન કેન્દ્ર પર મતદાન કરનાર પ્રથમ લોકોમાં સામેલ હતા. મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યા પછી, અભિનેતા અક્ષય કુમાર પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવ્યું જે બાદ અક્ષય કુમારે કહ્યું હતુ કે, ‘…હું ઈચ્છું છું કે મારું ભારત વિકસિત થાય અને મજબૂત બને. મેં આને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. ભારતે તેને જે યોગ્ય લાગે તેના માટે મત આપવો જોઈએ. મને લાગે છે કે મતદાનની ટકાવારી સારી રહેશે.’

ફરહાન અખ્તરે પરિવાર સાથે મતદાન કર્યું હતું

અભિનેતા ફરહાન અખ્તર અને દિગ્દર્શક બહેન ઝોયા અખ્તર પણ મતદાન કરવા બાન્દ્રાની માઉન્ટ મેરી કોન્વેન્ટ હાઈસ્કૂલ પહોંચ્યા હતા. બંને સ્ટાર્સ સાથે તેમની માતા પણ જોવા મળી હતી. તેણે મીડિયા સામે પોતાની શાહીવાળી આંગળી પણ બતાવી.

અભિનેત્રી જાહ્નવી કપૂરે કર્યું મતદાન કર્યું

અભિનેત્રી જાહ્નવી કપૂર પણ આ ચૂંટણીમાં પોતાનો મત આપવા સેન્ટ એન સ્કૂલ પહોંચી હતી. તે ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી હતી.

રાજકુમાર રાવે પણ મતદાન કર્યું

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ મતદાન કરવા માટે મતદાન મથકની બહાર પહોંચતા પણ જોવા મળ્યા હતા. તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ દેશને આગળ વધે, પ્રગતિ કરતા અને ચમકતા અને વિશ્વના મંચ પર ઉભરતા જોવા માંગે છે.

સાન્યા મલ્હોત્રાએ મતદાન કર્યું

અભિનેત્રી સાનિયા મલ્હોત્રા પણ મતદાન મથક પર પહોંચી અને પોતાનો મત આપ્યો. કારમાં જતા પહેલા અભિનેત્રીએ પોતાની શાહીવાળી આંગળી બતાવી હતી.

ગોવિંદાએ કર્યું મતદાન

બોલિવુડ એક્ટર અને શિવસેનાના નેતા ગોવિંદાએ પણ મતદાન કર્યું હતુ આ સમયે તેણે કહ્યું, “અત્યારે કોઈ અન્ય વિષય પર કોઈ ચર્ચા નહીં થાય. ઘરની બહાર આવો અને મત આપો

g clip-path="url(#clip0_868_265)">