ઉર્ફી જાવેદની ઉદય ચોપરાને લઈને બબાલ, કહ્યું- તમારા ન તો સારા લાગે છે ન તો…
ઉર્ફી જાવેદ (Uorfi Javed) તેના અતરંગી કપડાને લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. તે કોઈને કોઈ કારણોસર પોતાના નિવેદન આપતી રહે છે. હાલમાં જ તેનો શિકાર યશ ચોપરાનો પુત્ર આદિત્ય ચોપરા છે.
![ઉર્ફી જાવેદની ઉદય ચોપરાને લઈને બબાલ, કહ્યું- તમારા ન તો સારા લાગે છે ન તો...](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/02/Uday-Chopra-Uorfi-Javed.jpg?w=1280)
ઉર્ફી જાવેદે હાલમાં શો ‘ધ રોમેન્ટિક્સ’માં નેપોટિઝ્મ પરના તેના સ્ટેટમેન્ટમાં આદિત્ય ચોપરાની નિંદા કરી હતી, આદિત્ય ચોપરાએ કહ્યું હતું કે ઉદય ચોપરા યશ ચોપરાના પુત્ર હોવા છતાં, તેઓ તેને સ્ટાર તરીકે ન બનાવી શક્યા. આ જ મુદ્દા પર ઉર્ફી જાવેદે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોમેન્ટ કરી કે જો તે ઉદય ચોપરાની જગ્યાએ ‘ઉદય ચૌહાણ’ હોત, તો બોક્સ-ઓફિસ પર ફ્લોપ થયા પછી તેને ક્યારેય તકો ન મળી હોત.
આદિત્યએ લીધો હતો ઉદયનો પક્ષ
ઉર્ફી જાવેદ નેટફ્લિક્સ ડોક્યુ-સિરીઝ, ‘ધ રોમેન્ટિક્સ’ વિશેની તેની ઈન્સ્ટાગ્રામ વાર્તા પર એક પોસ્ટ શેયર કરી, જ્યાં નિર્માતા-નિર્દેશક આદિત્યએ શેયર કર્યું કે આજકાલ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ગરમ મુદ્દો નેપોટિઝ્મ છે અને તેને તેના ભાઈ ઉદયનું ઉદાહરણ આપ્યું. તેને શોમાં કહ્યું, ‘મારો ભાઈ એક એક્ટર છે અને તે બહુ સફળ એક્ટર નથી.
તે સૌથી મોટા ફિલ્મ નિર્માતાઓમાંથી એકનો પુત્ર છે, તે એક મોટા ફિલ્મ નિર્માતાનો ભાઈ છે. YRF જેવી કંપનીની કલ્પના કરો કે જેને નવા લોકોને લોન્ચ કર્યા છે અને અમે અમારા પોતાના ઘરના સભ્યને સ્ટાર બનાવી શક્યા નથી અને અમે તે એટલા માટે નથી કરી શક્યા કારણ કે દર્શકો નક્કી કરે છે કે કોનું કરિયર બનશે અને કોનું નહીં.
અહીં જુઓ ઉર્ફીની ઈન્સ્ટા સ્ટોરી
આ પણ વાંચો : પઠાણ 2 ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટા સમાચાર, શાહરૂખ ખાને આપ્યું મોટું અપડેટ
ઉર્ફી જાવેદને આવ્યો ગુસ્સો
આદિત્ય ચોપરાના આ નિવેદનથી ઉર્ફી જાવેદ ખૂબ જ ગુસ્સે જોવા મળી હતી. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબું કેપ્શન લખ્યું કે આ નિવેદનમાં સંપૂર્ણ અજ્ઞાનતા મને ખૂબ જ હેરાન કરે છે, નેપોટિઝ્મ સફળતા વિશે નથી, તે તકો વિશે છે. ઉદય ચોપરા ન તો સારા દેખાય છે અને ન તો સારા એક્ટર છે. તેની ફિલ્મો સ્ક્રીન પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી પરંતુ તે પછી પણ તેને કામ મળતું રહ્યું. ઉદયના નામની આગળ ચોપરાની જગ્યાએ ચૌહાણ હોત તો તેની પહેલી ફ્લોપ ફિલ્મ પછી તેને તક ન મળી હોત. શું તમે લોકો હવે આવા નેપોટિઝ્મનો સહારો લેશો?