રાજુ શ્રીવાસ્તવની પત્નીએ શેર કર્યું પતિનું છેલ્લું ગીત, વીડિયો જોઈને ચાહકો થયા ભાવુક
પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું (Comedian Raju Srivastava) 21 સપ્ટેમ્બરે નિધન થયું હતું. આજે પણ તેના ચાહકો તેને દરરોજ યાદ કરે છે. હાલમાં જ રાજુની પત્ની શિખાએ તેના પતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોની સાથે શિખાએ એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે, જેને વાંચીને દરેકની આંખો ભીની થઈ જશે.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે (Comedian Raju Srivastava) થોડાં દિવસ પહેલા જ આ દુનિયાને અલવિદા કહી દીધું. આજે પણ દેશના આ પ્રખ્યાત હાસ્ય કલાકારના ચાહકો, તેમનો પરિવાર, તેમના મિત્રો તેમને પ્રેમથી યાદ કરે છે. રાજુ શ્રીવાસ્તવના પરિવારમાં તેમની પત્ની શિખા શ્રીવાસ્તવ, પુત્ર આયુષ્માન અને પુત્રી અંતરા છે. તેનો પરિવાર તેને ખૂબ પ્રેમ કરતો હતો. હાલમાં જ રાજુની પત્ની શિખાએ તેના પતિનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર શેર કર્યો છે. આ વીડિયોની સાથે શિખાએ એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે, જેને વાંચીને દરેકની આંખો ભીની થઈ જશે.
શિખાએ શેર કરેલા વીડિયોમાં રાજુ રૂમની અંદર બેસીને ‘યાદોં મેં વો સપનો મેં હૈ’ ગીત ગાતો જોવા મળે છે. આ વીડિયો શેર કરતાં શિખાએ લખ્યું છે કે, ‘તમને ગયાને એક મહિનો થઈ ગયો હશે, પરંતુ હું જાણું છું કે તમે મારી સાથે છો અને હંમેશા રહેશો. શિખાએ આ પોસ્ટ સાથે કેટલીક લાઈનો લખી છે. તેણે લખ્યું છે કે ‘ધડકન’નું બંધન તો ‘ધડકન’ સાથે છે, ‘નૈના મેરે અસુઅન સે ભરે હુએ પૂછ રહે ગયે હો કહા…..’ તેણે કહ્યું, ‘યાદોં મેં હો બાતોં મેં હો નહીં અબ તો સિર્ફ મેરે સપનો મેં હો.’ ખબર ન હતી કે આ ગીત ટૂંક સમયમાં (12 દિવસમાં) તેને વાસ્તવિકતામાં ફેરવશે તે ખબર ન હતી કે, માત્ર ધડકન જ છેતરશે, તું બધાને હસાવી દેશે અને અમને આમ રડાવી દેશે.
અહીં, જુઓ રાજુ શ્રીવાસ્તવની પત્નીની પોસ્ટ
View this post on Instagram
ચાહકો પણ ભાવુક થઈ ગયા
શિખાની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોની નીચે ખૂબ જ ઈમોશનલ કોમેન્ટ્સ પણ લખી છે. તેને યાદ કરીને રાજુના એક પ્રશંસકે લખ્યું છે કે, ભાઈ તમને ખૂબ યાદ કરીએ છીએ, તો બીજા યુઝરે લખ્યું કે, ‘વિશ્વાસ નથી આવતો કે તમે હવે અમારી વચ્ચે નથી.’
રાજુ શ્રીવાસ્તવનું 21 સપ્ટેમ્બરે અવસાન થયું હતું
તમને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવને દિલ્હીમાં જીમ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 40 દિવસ સુધી જીવનની લડાઈ લડ્યા બાદ તેમણે 21મી સપ્ટેમ્બરે દુનિયાને અલવિદા કહ્યું. રાજુ ટીવી ઈન્ડસ્ટ્રીના પ્રથમ સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે ઓળખાય છે, તેણે ઘણા સ્ટેજ શો કર્યા છે, તેને તેની રમૂજની ભાવના અને મિમિક્રી કરવા માટે પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.