Good Luck Jerry Janhvi Look: જ્હાન્વી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’માં તેનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ, એક્ટ્રેસે ફેન્સને પૂછ્યું- ગુડ લક નહીં કહો?
આ સિવાય જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આ ફિલ્મ સિવાય 'મિલી'માં જોવા મળશે. આ સાથે જ જ્હાન્વી ફિલ્મ 'બવાલ'માં પણ જોવા મળશે. ફિલ્મ 'મિલી'નું મથુકુટ્ટી ડાયરેક્શન કરી રહ્યા છે.
Janhvi Kapoor Good Luck Jerry: એક્ટ્રસ જ્હાન્વી કપૂરની (Janhvi Kapoor) ફિલ્મ ‘ગુડ લક જેરી’ની (Good Luck Jerry) રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. તેની સાથે ફિલ્મનું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે. ફિલ્મનું પોસ્ટર એક્ટ્રસ જ્હાન્વી કપૂરે પણ શેર કર્યું છે. આ સાથે એક્ટ્રસે તેની ફિલ્મની રિલીઝ ડેટ વિશે પણ જાણકારી શેર કરી છે. આ ફિલ્મની રિલીઝની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. એક્ટ્રસ જ્હાન્વીએ ઘણા સમય પહેલા આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. હવે આ ફિલ્મની રિલીઝને લઈને જાહેરાત કરવામાં આવી છે.
જ્હાનવી કપૂરે શેર કર્યું પોસ્ટર
એક્ટ્રસે તેની ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરને શેર કરવાની સાથે જ્હાન્વીએ ફિલ્મની રિલીઝ ડેટ વિશે પણ જાણકારી આપી છે, તો સાથે જ તેણે એ પણ જણાવ્યું છે કે તેની ફિલ્મ ક્યાં રિલીઝ થશે. પોસ્ટરમાં તમે જોઈ શકશો કે જ્હાન્વી તેના ડરી ગયેલા હાથમાં બંદૂક પકડી છે. પોસ્ટર શેર કરતાં જ્હાન્વીએ લખ્યું, નીકળી છું એક નવા એડવેન્ચર પર, ગુડ લક નહીં બોલો? ગુડ લક જેરી 29 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
View this post on Instagram
સાઉથની રિમેક છે આ ફિલ્મ
આ ફિલ્મનું ડાયરેક્શન સિદ્ધાર્થ સેને કર્યું છે. આ ફિલ્મને આનંદ એલ રાય, સુબાસકરણ અને મહાવીર જૈન પ્રોડ્યુસ કરી રહ્યા છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સાઉથની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મમાં જ્હાન્વી લીડ રોલમાં છે. ફિલ્મના શૂટિંગની વાત કરીએ તો પંજાબ અને ચંદીગઢમાં તેનું શૂટિંગ થયું છે.
આ ફિલ્મોમાં જોવા મળશે જ્હાન્વી કપૂર
ફિલ્મ એક્ટ્રસ જ્હાન્વી કપૂર તેના આગામી પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. જ્હાન્વી કપૂર આ ફિલ્મ સિવાય ‘મિલી’માં જોવા મળશે. આ સાથે જ જ્હાન્વી ફિલ્મ ‘બવાલ’માં જોવા મળશે. ફિલ્મ ‘મિલી’નું મથુકુટ્ટી ડાયરેક્શન કરી રહ્યા છે, જેમણે ઓરિજનલ ફિલ્મનું પણ ડાયરેક્શન કર્યું હતું. ફિલ્મમાં જ્હાન્વીની સાથે સની કૌશલ અને મનોજ પાહવા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને બોની કપૂર પ્રોડ્યુસ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે પહેલીવાર પિતા-પુત્રી બંને એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ સિવાય જ્હાન્વી પાસે મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મ પણ છે. જ્હાન્વી કપૂર છેલ્લે ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી.