Arvind Trivedi: ગજબના ‘અટ્ટ હાસ્ય’ એ તેઓને રામાયણમાં રાવણની ભૂમિકા માટે ખેંચી લઇ ગયુ, જેનાથી તેઓ ‘લંકેશ’ તરીકે ઓળખાયા
રાવણ (Ravan) તરીકે શોધવામાં આવી રહેલા પાત્રોમાં આ એક કળાએ તેમની ઓળખ બદલી દીધી. શુટીંગ માટે જતા પહેલા માફી માંગતા હતા.

અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) ના અવસાનના સમાચાર જાણીને અભિનય જગત જ નહી, પરંતુ તેમના અનેક ચાહકોને માટે દુઃખના સમાચાર છે. લંકેશ તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદી અનેક ગુજારાતી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi) ની બેલડી ગુજરાતી ચલચિત્રોમાં એક સફળ યુગને પસાર કરવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. અરવિંદ ત્રિવેદીને રામાયણ સિરીયલ માટે પસંદ કરવા માટે ખાસ કારણ હતુ. અને બસ તેને લઇને રામાનંદ સાગરે (Ramand Sagar) તેમને રામાયણ (Ramayana) માટે પસંદ કર્યા હતા.
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ચલચિત્રોમાં અભિનેતા હતા. અભિનય તેમની રગે રગેમાં હતો. બસ તે અભિયનને તેમણે પાત્ર મુજબ ઢાળવાનુ કામ કરવાનુ રહેતુ હતુ. તેમની અભિનય કળા પર યુવાની કાળમાં દર્શકો ફીદા હતા. અરવિંદ અને ઉપેન્દ્રની જોડી ગુજરાતી અભિનય કળાની સિક્કાની બીજી બાજુની માફક બની ચુકી હતી. તેઓ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પોતાની અભિનય કળાને દર્શાવતા હતા.
રામાનંદ સાગર દ્રારા નિર્મીત રામાયણ માટે 80 ના દશક દરમ્યાન રામાયણના વિવિધ પાત્રોની શોધ ધારાવાહીક માટે શરુ કરવામાં આવી હતી.જેનુ મોટા ભાગનુ શુટીંગ ઉંમરગામ નજીકના સ્ટુડીયો અને દરિયા કીનારે થયુ હતુ. આ માટે એક બાદ એક પાત્રોને પસંદ કરવામાં આવી રહ્યા હતા. આ દરમ્યાન રાવણના પાત્ર માટે રામાનંદ સાગરજીની નજરમાં કોઇ અભિનેતા બરાબર ફીટ બેસતો નહોતો.
અટ્ટહાસ્ય એ તેમને રાવણ તરીકે પસંદ કરાવ્યા
Tv9 ગુજરાતી સાથે અરવિંદ ત્રિવેદીએ તેમની હયાતી દરમ્યાન આપેલા ઇન્ટરવ્યુમાં તેઓ આ ખાસ વાત ને રજૂ કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, આ માટે તેઓએ પણ સ્ક્રિન ટેસ્ટ આપ્યો હતો. પરંતુ તેમના અટ્ટહાસ્યને જોઇને તેઓ પંસદ પામ્યા હતા. તેઓને તેમના એ અટ્ટહાસ્યને શુટીંગ દરમ્યાન જાળવી રાખવા માટે ખાસ આગ્રહ રખાયો હતો.
રામાયણ ધારાવાહિકમાં એ અટ્ટહાસ્ય એટલુ જબરદસ્ત હતુ કે, તેમના હાસ્યના અવાજમાં નકારાત્મક પાત્રનો રુઆબ ઉપસી આવતો હતો. સાથે જ તેમના અટ્ટહાસ્ય થી રાવણ પ્રત્યેની તિરસ્કૃતતા અને રામ પ્રત્યેની લાગણીઓનો દરિયો દર્શકોમાં ઉછળવા લાગતો હતો. લંકેશના જ શબ્દોમાં કહીએ તો તેમના હાસ્ય પર દર્શકોનુ લોહી ઉકળી ઉઠતુ હતુ. તેમના એ અટ્ટહાસ્યને લઇને લોકોના રોષનો તેઓ અનુભવ કરી શકતા હતા.
ગાળો આપવાને લઇ પ્રાયશ્વિત ભાવ અકળાવતો હતો
તેમની રામ પ્રત્યેની તિરસ્કૃતતા થી તેમના હ્રદયમાં ખૂબ જ પ્રાયશ્વિત થતુ હતુ. આથી તેઓએ ધાર્મિક પૂજનીય વ્યક્તિઓને વ્યથિત હ્રદયે મળ્યા હતા. જેઓએ તેમની એ ભૂમિકાને યથાર્થ ઠરાવી હતી. તેમની ભૂમિકાએ જ રામના ગુણોનો સંદેશ લોકોમાં ફેલાયો હોવાની વાતને સમજાવી હતી. પરંતુ તેમનો પ્રાયશ્વિત કરવાનો ભાવ ઘટતો નહોતો.
શુટીંગ માટે જતા પહેલા માફી માંગતા
તેઓ જ્યારે રાવણ તરીકેના શુટીંગ માટે રવાના થતા એ પહેલા તેઓ રામના ફોટા સમક્ષ પ્રાર્થના કરતા હતા. રામને તેઓ પ્રાર્થના કરતા હતા કે, રામજી તમારા સારા પણાને સમાજ સામે રાખી શકવાનો પ્રયાસ કરી શકુ એવી નકારાત્મકતા મારામાં ઉપસાવજો. તેઓ રામના ફોટા સમક્ષ પહેલા થી માફી માંગી લેતા કે શુટીંગ દરમ્યાન ભગવાન રામને ગાળો દેવાની છે.