IPL 2021: આખરે ધોનીએ આઇપીએલ થી સન્યાસ લેવાનો આપી દીધો સંકેત, એ પણ બતાવ્યુ કઇ મેચ હશે અંતિમ
જો કે, 2020 ની IPL સીઝનમાં પણ એવી અફવાઓ હતી કે, આ સીઝન ધોની (Dhoni) ની છેલ્લી IPL સીઝન હશે. પરંતુ તે IPL 2021 સીઝનમાં CSK ની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) એ સંકેત આપ્યો છે કે તે IPL 2022 માં ફ્રેન્ચાઈઝી માટે રમવાનું ચાલુ રાખશે. એવી અપેક્ષા છે કે ધોની ચેન્નાઈમાં એક વિદાય મેચ સાથે તેની IPL કારકિર્દીનો અંત લાવશે. 40 વર્ષીય ધોનીએ વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે, 2020 ની આઈપીએલ સીઝનમાં પણ એવી અફવાઓ હતી કે, આ સીઝન ધોનીની છેલ્લી આઈપીએલ સીઝન હશે. પરંતુ તે 2021 આઈપીએલ સીઝનમાં CSK ની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
ધોનીએ સંકેત આપ્યો છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની અંતિમ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપૌક ખાતે યોજાઈ શકે છે. મંગળવારે એક સિમેન્ટ્સ કંપનીના 75 માં વર્ષની ઉજવણી દરમ્યાન ચાહકો સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં ખુદ ધોનીએ આ વાત કરી હતી. ચાહકે ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ વિશે પૂછ્યું હતુ. કહ્યું કે તે તેમણે વિદાયની મેચ નહી રમવાને લઇને અંતિમ વખત ભારતની જર્સીમાં રમતા જોઈ શકાયો નહોતો.
એક ચાહકે કહ્યું, 15 ઓગસ્ટ, 2020 ના રોજ, તમે નિવૃત્ત થવાનું નક્કી કર્યું અને નિવૃત્તિ લેવાની સરળ રીત વિશે સાંભળ્યું. પરંતુ અમે ચાહકો તરીકે વિદાય મેચની અપેક્ષા રાખતા હતા. અમને તે મળ્યું નથી અને તેના પર તમારી ટિપ્પણી શું છે. તમે ચોક્કસ તારીખ અને સમય કેમ પસંદ કર્યો? ”
છેલ્લી મેચ ચેન્નાઈમાં રમાશે
ધોનીએ સ્મિત સાથે આ સવાલનો જવાબ આપ્યો. આનાથી સારો દિવસ ન હોઈ શકે. તેણે કહ્યું. તમે 15 મી ઓગસ્ટ જાણો છો અને જ્યારે વિદાયની વાત આવે છે, ત્યારે તમે હંમેશા મને CSK માટે રમતા જોઈ શકો છો. મારી વિદાયની મેચ એ જ હોઈ શકે છે. તેથી તમને હજુ પણ મને વિદાય આપવાની તક મળશે. તેથી આશા છે કે અમે ચેન્નાઈ આવીશું અને ત્યાં અમારી છેલ્લી મેચ રમીશું અને તમામ ચાહકોને મળીશું.
તે કામ મુશ્કેલ છે
જો સૂત્રોનું માનીએ તો, CSK ત્રણ ખેલાડીઓને જાળવી રાખશે. કેપ્ટન ધોની, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઓપનર ઋતુરાજ ગાયકવાડ નો આગામી હરાજી માટે સમાવેશ થાય છે. ધોનીએ 2019 પછી ચેન્નાઈમાં આઈપીએલ મેચ રમી નથી. ધોનીએ કહ્યું કે તે નિવૃત્તિ બાદ બોલિવૂડ તરફ વળવાનું વિચારી રહ્યો નથી.
એક ચાહકના પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યું કે, તમે જાણો છો કે બોલીવુડ ખરેખર સરળ નથી. જ્યાં સુધી કોમર્શિયલ એડનો સવાલ છે, હું તે કરવામાં ખુશ છું. જ્યારે ફિલ્મોની વાત આવે છે, ત્યારે મને લાગે છે કે તે ખૂબ જ અઘરો વ્યવસાય છે અને તેમ કરવું ખૂબ જ મુશ્કેલ છે.