Gujarat Result Analysis 2022: જામનગર શહેરની બંન્ને બેઠક પર અડધા લાખથી વધુની લીડથી ભાજપની જીત
Gujarat Election 2022 રીવાબા જાડેજા પ્રથમ વખત રાજકીય પીચ પર દાવ અજમાવ્યો અને પતિ રવિન્દ્ર જાડેજા જેવી રીતે ક્રિકેટની પીચ પર પોતાની સ્થાન બનાવ્યુ તેવી રીતે રીવાબા જાડેજાએ પતિની જેમ રાજકીય પીચ પર પ્રથમ મેચમાં અડધા લાખથી વધુની લીડથી વિજય મેળવી લોકોના દિલમાં સ્થાન મેળવ્યુ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામમાં જામનગર જિલ્લામાં ભાજપે પાંચ પૈકી ચાર બેઠકો મેળવી, એક બેઠકમાં આમ આદમી પાર્ટીએ કબજો કર્યો. જામનગર જીલ્લાની પાંચ બેઠકોમાંથી 2017માં ગ્રામ્યની ત્રણ બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો અને શહેરની બે બેઠકો પર ભાજપનો કબજો રહ્યો હતો. પેટાચૂંટણીમાં જામનગર ગ્રામ્ય બેઠકની ફરી ભાજપે મેળવી હતી. આ વખતે કોંગ્રેસ ભાજપની સાથે આપની સામે પણ હાર્યુ. મોટાભાગની બેઠકો પર આપ કરતા પણ ઓછા મત કોંગ્રેસે મેળવ્યા છે.
શહેરની બે બેઠક પર ભાજપની જંગી લીડથી જીત
જામનગર શહેરની બંન્ને બેઠક પર ભાજપે ફરી કબ્જો જાળવી રાખ્યો છે. જામનગર દક્ષિણ બેઠક તો પરંપરાગત ભાજપનો ગઢ ગણાય છે. તો જામનગર ઉત્તર બેઠક પર બીજી વખત ભાજપે ગર્વભેર જીત મેળવી છે. જામનગરની ઉત્તર બેઠક પર ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ જંગી લીડથી જીત મેળવી છે. શહેરની આ બે બેઠક પર બંન્ને ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડયા અને જંગી લીડથી જીત્યા. 78 જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજાનો 53570 મતની લીડથી વિજય મેળવ્યો છે. તો 79 જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના દિવ્યેશ અકબરીનો 62697 મતની સરસાઈથી વિજય થયો.
રીવાબા જાડેજા પ્રથમ વખત રાજકીય પીચ પર દાવ અજમાવ્યો અને પતિ રવિન્દ્ર જાડેજા જેવી રીતે ક્રિકેટની પીચ પર પોતાની સ્થાન બનાવ્યુ તેવી રીતે રીવાબા જાડેજાએ પતિની જેમ રાજકીય પીચ પર પ્રથમ મેચમાં અડધા લાખથી વધુની લીડથી વિજય મેળવી લોકોના દિલમાં સ્થાન મેળવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દંપતિ મળ્યા બાદ ભાજપના જોડાયા હતા. ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રસ્ટના માધ્યમથી સામાજીક કાર્યકર બની લોકો વચ્ચે રહ્યા. ખાસ મહિલાઓ માટે કામગીરી કરી.
જામનગરની ઉત્તર બેઠક કોંગ્રેસ કરતા આપનુ સારૂ પ્રદર્શન
જામનગર શહેરની 78 જામનગર ઉત્તર બેઠક પર ભાજપ તો સારી સરસાઈથી વિજય થયુ છે. પરંતુ બીજા ક્રમાંકે આમ આદમી પાર્ટી રહ્યુ છે. જયારે કોંગ્રેસ ત્રીજા નંબરે ફેકાયુ છે. ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાને 88835 મત મળ્યા છે. તો આમ આદમી પાર્ટીના કરશન કરમુરને 35265 મત મળ્યા છે. તો કોંગ્રેસના બીપેન્દ્રસિંહ જાડેજા ત્રીજા નંબરે રહ્યા જેમને 23274 મત મળ્યા છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવાર મેદાને હતા. પરંતુ ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ રહ્યો હતો. જેમાં ભાજપની જીત, આપ બીજા સ્થાને તો કોંગ્રેસ ત્રીજા નંબરે ફેકાયુ.
78 જામનગર ઉત્તર બેઠક પર પોસ્ટલ મત
આ બેઠકના નોટોને 2444 મત મળ્યા. તો પોસ્ટલ મતદાનમાં ભાજપને 716, આમ આદમી પાર્ટીને 447 મત અને કોંગ્રેસને 186 મત મળ્યા છે. જામનગર શહેરની દક્ષિણ બેઠક પર લાંબા સમયથી ભાજપનો કબજો રહ્યો છે. જે જાળવી રાખવામાં ભાજપને ભવ્ય સફળતા મળી છે. ચૂંટણીના પરીણામમાં નજર કરીએ તો ભાજપની માત્ર જીત જ નહી, પરંતુ ગૌરવભૈર જંગી લીડથી જીત થઈ છે. જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત દાવ અજમાવ્યો. જેમાં 62697 ની લીડથી વિજય થયો. ભાજપને કુલ 86492 મત મેળવ્યા. જેમાં બીજા ક્રમાંકે કોંગ્રેસને 23795 મત મળ્યા. અને આમ આદમી પાર્ટીને 16585 મત મળ્યા. 2182 મત નોટોમાં પડયા.