AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઉધના પોલીસે વાહન ચોરીના 12 ગુનાના ભેદ ઉકેલ્યા, ચોરી કરનાર અને વાહન ખરીદનાર સહિત 3 આરોપીની ધરપકડ

સુરત શહેરમાં લોકોના વાહનોની ચોરી થતી હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે ઉધના પોલીસે વાહનચોરીના ગુનાનો પર્દાફાશ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે.

Surat : ઉધના પોલીસે વાહન ચોરીના 12 ગુનાના ભેદ ઉકેલ્યા, ચોરી કરનાર અને વાહન ખરીદનાર સહિત 3 આરોપીની ધરપકડ
Surat Crime
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 25, 2023 | 5:34 PM
Share

Surat : સુરતમાં ઉધના પોલીસે (Udhna police) વાહન ચોરીનો પર્દાફાશ કર્યો છે, પોલીસે વાહન ચોરી કરનાર અને વાહન ખરીદનાર મળી કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 2.52 લાખની કિંમતની 10 બાઈક કબજે કરી છે. તેમજ પોલીસ તપાસમાં 12 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે.

આ પણ વાંચો Surat: ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યુ-આ વખતે 400 ને પાર, ત્રીજી વખત સરકાર રચવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ, જુઓ Video

પોલીસે 2.52 લાખની કિમતની કુલ 10 બાઈક કબજે કરી

સુરત શહેરમાં લોકોના વાહનો ચોરી થતા હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે ઉધના પોલીસે વાહનચોરીના ગુનાનો પર્દાફાશ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉધના પોલીસે બાતમીના આધારે વાહન ચોરી કરનાર મુખ્ય આરોપી લક્ષ્મણભાઈ છનુભાઈ લોહાર તેમજ વાહન ખરીદનાર અનીલ લાલચંદ વર્મા અને અજય હરેન્દ્ર રામની ધરપકડ કરી હતી. પોલીસે 2.52 લાખની કિમતની કુલ 10 બાઈક કબજે કરી હતી. તેમજ પોલીસ તપાસમાં ઉધના, સલાબતપુરા, પુણા મળી કુલ 12 ગુનાના ભેદ ઉકેલાયા છે.

પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી

બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ઉધના પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી 10 બાઈક કબજે કરવામાં આવી છે અને 12 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે, મુખ્ય આરોપી લક્ષ્મણભાઈ છનુભાઈ લોહાર બાઈકની ચોરી કરતો હતો. તે મૂળ નિઝરનો રહેવાસી છે અને તે ઘણા સમયથી સુરતમાં રહે છે અને તેને આર્થિક સંકડામણ આવે તો તે બાઈકની ચોરી કરી લેતો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી ચોરીની બાઈક ખરીદનાર બંને ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે. કુલ 4 બાઈક આ લોકોએ ખરીદી હતી જયારે અન્ય બાઈક અન્ય જગ્યાએથી રીકવર કરી છે. આરોપીના ગુનાહિત ઈતિહાસ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">