સુરત-ઉધના સ્ટેશનો વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર, જુઓ Video
નોન ઇન્ટરલોકિંગ કામના કારણે 35થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. 2 ટ્રેન શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. તો 1 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે એક ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે.
પશ્ચિમ રેલવેના (Western Railway) સુરત-ઉધના સ્ટેશનો વચ્ચેની ત્રીજી લાઇનના સુરત યાર્ડ સાથે કનેક્ટિવિટી સંબંધે નોન ઇન્ટરલોકિંગ કામના કારણે 25થી 28 ઓગસ્ટ સુધી અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થઇ છે. ખાસ કરીને અમદાવાદ-મુંબઈ વચ્ચેની ટ્રેન સેવાને મોટી અસર થઈ છે.
નોન ઇન્ટરલોકિંગ કામના કારણે 35થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. 2 ટ્રેન શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. તો 1 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે એક ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે. આ નિર્ણયના કારણે અમદાવાદથી મુંબઇ રૂટ સાથે સૌરાષ્ટ્ર, ભુજ તેમજ મધ્ય ગુજરાતની ટ્રેનોને અસર થશે. તેમાં પણ મુંબઇ અમદાવાદ સૌથી વ્યસ્ત રૂટ છે. આ રૂટ પર દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે. ત્યારે આવા તમામ લોકોને મુશ્કેલી પડશે. આ લોકોને હવે 25થી 28 ઓગસ્ટ સુધી મુસાફરી માટે અન્ય વિકલ્પ શોધવો પડશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો