દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર PSI પઠાણને હર્ષ સંઘવીએ પાઠવી શ્રદ્ધાંજલિ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દુઃખના આ સમયમાં સ્વ.જે.એમ.પઠાણના પરિવારની સાથે છે.
દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર બહાદુર અધિકારીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. અવસાન પામનાર અધિકારીશ્રીના પરિવારજનોને સાંત્વના પાઠવતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, દુઃખના આ સમયમાં રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ તેમની સાથે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર કઠાળા ગામ પાસે ગઈ કાલે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલની ત્રણ ટીમો દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા માટે વોચ પર હતી તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI જે.એમ.પઠાણને એક ટ્રેલર ચાલકે અડફેટે લઈ લીધા હતા.
આ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા પઠાણને તાત્કાલિક એસ.એમ.સીની ટીમો સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન તેમને જીવ ગુમાવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI શ્રી જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે.
ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે.
દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન… pic.twitter.com/7z9kVO1MEx
— Harsh Sanghavi (@sanghaviharsh) November 5, 2024
ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે. આ અકસ્માતમાં દુઃખદ અવસાન પામનાર શ્રી પઠાણના પરિવારમાં માતા- પિતા, પત્ની અને 14 વર્ષીય દીકરી તથા 7 વર્ષીય દીકરો એમ બે નાના સંતાનો છે. અવસાન પામેલા અધિકારીના પરિવારજનો પ્રત્યે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી છે.
આ સમગ્ર ઘટનાને લઈ કેસની તપાસ દસાડા PSI પાસેથી લઈ LCB પીઆઈને સોંપવામાં આવી. જેથી કેસની તપાસ હવે LCB PI જે જે જાડેજા કરશે. તપાસ નું સુપરવિઝન ધ્રાંગધ્રા ડિવિઝન ના DYSP જે ડી પુરોહિત કરશે. બનાવની ગંભીરતા જોઈ જિલ્લા પોલોસ વડા એ LCB PI ને તપાસ સોંપી છે. અત્યાર સુધી 8 ટિમો તપાસ કરતી હતી. હવે LCB પી આઈ અને તેઓની ટીમ ને મુખ્ય તપાસ સોંપવામાં આવતા કુલ 9 ટીમો થઈ.