ભારતનો પ્રવાસ પડતો મુકી અચાનક ચીન પહોંચ્યા એલોન મસ્ક, જાણો ટેસ્લાના CEOનો શું છે પ્લાન ?
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક આ મહિને ભારત આવવાના હતા. પરંતુ તેમણે આ પ્રવાસ મોકૂફ રાખ્યો હતો અને હવે તેઓ ચીન પહોંચી ગયા છે. એલોન મસ્કની આ મુલાકાત વિશે કોઈને જાણ નહોતી. મસ્કની ભારતની જગ્યાએ ચીનની મુલાકાતને લઈને ઘણી અટકળો થઈ રહી છે.
ટેસ્લાના CEO એલોન મસ્ક આ મહિને ભારત આવવાના હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાના હતા. આ અંગે તૈયારીઓ પણ કરવામાં આવી રહી હતી. જો કે, છેલ્લી ઘડીએ તેમનો પ્રવાસ સ્થગિત કરવાના સમાચાર આવ્યા હતા. ટેસ્લાના સીઈઓએ કહ્યું હતું કે તેઓ હાલમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેથી તેઓ થોડા મહિના પછી ભારતની મુલાકાત લેશે. હવે એલોન મસ્ક અચાનક ચીન પહોંચી ગયા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં જાયન્ટ કંપની માટે ચીન બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે. મસ્કની ભારતની જગ્યાએ ચીનની મુલાકાતને લઈને ઘણી અટકળો થઈ રહી છે.
ટેસ્લાના CEOનો શું છે પ્લાન ?
મીડિયા અહેવાલ મુજબ એલોન મસ્કની આ મુલાકાત વિશે કોઈને જાણ નહોતી. અહીં તેઓ ચીન સરકારના વરિષ્ઠ અધિકારીઓને મળવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે ચીનમાં સંપૂર્ણ સેલ્ફ-ડ્રાઈવિંગ સોફ્ટવેર લોન્ચ કરવાની વાત કરવા બેઈજિંગ પહોંચ્યા છે. તે આ સોફ્ટવેરમાંથી મેળવેલા ડેટાનો વિદેશમાં ઉપયોગ કરવા માટે ચીનની સરકાર પાસેથી પણ પરવાનગી લેશે. જેથી કરીને ટેસ્લાની સેલ્ફ-ડ્રાઈવિંગ ટેક્નોલોજીને સુધારી શકાય. એલોન મસ્કે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે સંપૂર્ણ સેલ્ફ-ડ્રાઈવિંગ સોફ્ટવેર ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ કરવામાં આવશે.
એલોન મસ્ક ભારત આવવાના હતા
છેલ્લા કેટલાક મહિનાઓથી એલોન મસ્ક ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવાના છે તે અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. ભારત સરકારે તાજેતરમાં તેની નવી EV નીતિમાં વિદેશી કંપનીઓને ઘણી છૂટ આપી છે. આ પછી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટેસ્લાની એક ટીમ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાની છે. આ ટીમ ટેસ્લા પ્લાન્ટ સ્થાપવા માટે યોગ્ય સ્થળ શોધવા માટે ભારત આવવાની હતી. ઘણા રાજ્યોની સરકારો પણ ટેસ્લા પ્લાન્ટ સ્થાપવા માટે ઉત્સાહિત હતી. પ્લાન્ટને લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટેસ્લા વચ્ચે વાતચીતનો દાવો પણ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું હતું કે પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્ક ભારતમાં એન્ટ્રીની જાહેરાત કરશે.
આ પણ વાંચો Relianceનો નવો પ્લાન, Mukesh Ambani લાવશે સસ્તા ફ્રિજ, AC, ટીવી, વોશિંગ મશીન જેવી વસ્તુ, જાણો કારણ