ડિફેન્સ સેક્ટરની આ સરકારી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, આ વર્ષે મલ્ટિબેગર સ્ટોકે આપ્યું 160 ટકાથી વધારે રિટર્ન
કંપનીને સતત મોટા ઓર્ડર મળી રહ્યા છે. આ પહેલા 15 ડિસેમ્બરે કંપનીને યુરોપમાંથી $42 મિલિયનનો ઓર્ડર મળ્યો હતો. આ ઓર્ડર હાઈબ્રિડ પાવર વેસેલ્સ માટેનો હતો. આ કંપની ડિસ્ટ્રોયર, મિસાઈલ બોટ, ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ, ટગ્સ, વોટર ટેન્કર્સ, બેરેજ, સપોર્ટ વેસલ્સ સહિત અનેક પ્રકારના પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે.
![ડિફેન્સ સેક્ટરની આ સરકારી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, આ વર્ષે મલ્ટિબેગર સ્ટોકે આપ્યું 160 ટકાથી વધારે રિટર્ન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/Multibagger-Stocks.jpg?w=1280)
ડિફેન્સ સેક્ટરની સરકારી કંપની મઝગાંવ ડોકને ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા મોટો ઓર્ડર આપવામાં આવ્યો છે. શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેને રક્ષા મંત્રાલય તરફથી 6 નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસેલ્સનો ઓર્ડર મળ્યો છે. ગઈકાલે શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. આ સેલઓફમાં મઝગાંવ ડોકના શેર 4.4 ટકાના ઘટાડા સાથે 2046 રૂપિયા પર બંધ થયો હતો.
આ મલ્ટિબેગર સ્ટોક છે જેણે ચાલુ વર્ષે 160 ટકા રિટર્ન આપ્યું છે. આજે બજાર ખુલ્યા ત્યારે મઝગાંવ ડોકનો ભાવ 2100 પર ઓપન થયા હતા. આ સમાચાર લખાય રહ્યા છે ત્યારે શેરના ભાવ ગઈકાલની તુલનામાં 64.50 રૂપિયા વધીને 2110 પર ટ્રેડ થઈ રહ્યા છે.
કંપનીને મળેલા ઓર્ડરની વિગતો
BSEની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, મઝગાંવ ડોકને રક્ષા મંત્રાલય તરફથી 1600 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર હેઠળ, કંપનીએ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 6 નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ્સ તૈયાર કરવાના છે. પ્રથમ જહાજ 41 મહિનાની અંદર પહોંચાડવાના રહેશે અને ત્યારબાદ બાકીના 5 જહાજો 5-5 મહિનાના અંતરાલ પર પહોંચાડવાના રહેશે.
મોટા પ્રમાણમાં મળી રહ્યા છે ઓર્ડર
મઝગાંવ ડોકને સતત મોટા ઓર્ડર મળી રહ્યા છે. આ પહેલા 15 ડિસેમ્બરે કંપનીને યુરોપમાંથી $42 મિલિયનનો ઓર્ડર મળ્યો હતો. આ ઓર્ડર હાઈબ્રિડ પાવર વેસેલ્સ માટેનો હતો. આ કંપની ડિસ્ટ્રોયર, મિસાઈલ બોટ, ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ, ટગ્સ, વોટર ટેન્કર્સ, બેરેજ, સપોર્ટ વેસલ્સ સહિત અનેક પ્રકારના પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે.
આ પણ વાંચો : ગઢપણમાં નહીં રહે રૂપિયાનું ટેન્શન! તમને મળશે પેન્શન, જાણો સરકારની યોજના NPS માં કેવી રીતે ખૂલશે એકાઉન્ટ
કંપનીનું કુલ માર્કેટ કેપ અંદાજે 41,300 કરોડ રૂપિયા
મઝગાંવ ડોક એક મલ્ટિબેગર સ્ટોક છે. કંપનીના શેરની સર્વકાલીન ઉચ્ચ અને 52 સપ્તાહની ઊંચી સપાટી 2485 રૂપિયા છે. 52 વીક લો લેવલ 612 રૂપિયા છે. કંપનીનું કુલ માર્કેટ કેપ અંદાજે 41,300 કરોડ રૂપિયા છે. ચાલુ વર્ષે તેણે 2023 માં 160 ટકા, 3 વર્ષમાં 820 ટકા અને 5 વર્ષમાં 1120 ટકાનું રિટર્ન આપ્યું છે.
નોંધ: અહીં આપેલ જાણકારી બજારના વલણો પર આધારિત છે. TV9 જૂથને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તમારે શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.