20,000 કરોડની સંપત્તિ સાથે ગુજરાતના સૌથી ધનાઢ્ય રાજવી છે બરોડાના રાજા, ક્રિકેટ સાથે છે ખાસ કનેક્શન
વિશ્વના સૌથી મોટા મહેલના માલિક, પૂર્વ રણજી ખેલાડી અને બરોડાના રાજા સમરજિતસિંહ ગાયકવાડ ગુજરાતના સૌથી અમીર રાજવી છે. રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ અને શુભાંગિની રાજેના એકમાત્ર પુત્ર છે સમરજિતસિંહ ગાયકવાડ.
સમરજિતસિંહ રણજીતસિંહ ગાયકવાડ (Samarjitsinh Ranjitsinh Gaekwad) ભારતના સૌથી ધનિક લોકોમાંના એક છે. તેઓ બરોડા રાજવી પરિવારના સદસ્ય છે અને બરોડાના ઔપચારિક રાજા છે. તેઓ ગુજરાતના સૌથી ધનિક રાજવી છે. તેમના લગ્ન શુભાંગિની રાજે સાથે થયા છે. તેમને બે દીકરીઓ છે. તેઓ પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસમાં રહે છે.
બરોડા તરફથી રણજી ક્રિકેટ રમ્યા
સમરજિતસિંહ ગાયકવાડ રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ અને શુભાંગિની રાજેના એકમાત્ર પુત્ર છે. તેમણે દેહરાદૂનની દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓ રમતગમતમાં પારંગત હતા અને શાળાની ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ ટીમના કેપ્ટન પણ હતા. તેઓ રણજી ટ્રોફીમાં બરોડા તરફથી ક્રિકેટ રમ્યા હતા. તેમણે કુલ છ રણજી મેચ રમી હતી.
His Highness Shrimant Sarkar Sena Khas Khel Shamsher Bahadur Maharaja Samarjitsinh Ranjitsinh Gaekwad of Baroda. pic.twitter.com/MQHsLwYRDo
— Royal Archives (@oroyalarchives) December 6, 2020
પેલેસ, સ્ટેડિયમ, મ્યુઝિયમના માલિક
વર્ષ 2013માં સમરજિતસિંહ ગાયકવાડે 4.2 બિલિયન ડોલરથી વધુની કિમતના લાંબા કાનૂની વિવાદનું સમાધાન કર્યું હતું. તેઓ પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસ, મોતી બાગ સ્ટેડિયમ અને મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમના માલિક છે. તેમને રાજા રવિ વર્માના મોંઘા ચિત્રો, ઝવેરાત વગેરે વારસામાં પણ મળ્યા હતા. તેઓ ટ્રસ્ટ પણ ચલાવે છે જે ગુજરાત અને વારાણસીમાં 17 મંદિરોનું સંચાલન કરે છે.
આ પણ વાંચો : PNB સસ્તા ભાવમાં આપી રહી છે મકાન અને દુકાન, ખરીદવા માટે કરવું પડશે આ કામ
Largest private dwelling of its time.. four times the size of Buckingham Palace!
Lakshmi Vilas Palace built by Maharaja Sayajirao lll for his wife Lakshmibai Mohite. pic.twitter.com/BQJm5ppHhf
— Desh Bhakt 🇮🇳 (@DeshBhaktReva) May 30, 2021
બકિંગહામ પેલેસ કરતા ચાર ઘણો મોટો મહેલ
લક્ષ્મી વિલાસ પેલેસ વિશ્વના સૌથી મોટા ખાનગી મકાનોમાંનું એક છે. જેને ગાયકવાડ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. વર્ષ 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ મહેલ બનાવવામાં આવ્યો હતો. આ મહેલને બનાવવામાં 12 વર્ષ લાગ્યા હતા. આ પેલેસમાં 170થી વધુ રૂમ છે. આશરે 500 એકરમાં કમ્પાઉન્ડનો વિસ્તાર ફેલાયેલો છે. જેમાં એક ગોલ્ફ કોર્સ પણ છે. આ ગોલ્ફ કોર્સ બકિંગહામ પેલેસ કરતા ચાર ગણું મોટું છે. મહેલનો એક ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં એક સંગ્રહાલય છે. જેની ટિકિટની કિંમત 150-200 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.