Multibagger : બરોડાના રાજ પરિવારની આ કંપનીએ શેરબજારમાં ધૂમ મચાવી, માત્ર 4 મહિનામાં જ કર્યા રૂ1 લાખના રૂ 45 લાખ
આ સ્ટોક આ વર્ષે BSE પર લિસ્ટિંગ થયા પછી અત્યાર સુધીમાં 4,400 ટકા વધી ગયો છે, જ્યારે સેન્સેક્સ આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 5% ઘટ્યો છે.
ભારતીય શેરબજારો આ વર્ષની શરૂઆતથી દબાણ હેઠળ છે. છેલ્લા એક મહિનામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ (BSE Sensex) 2.3 ટકા ઘટ્યો છે. છેલ્લા 6 મહિનામાં તેમાં લગભગ 5.25 ટકાનો ઘટાડો થયો છે. જોકે, આ નબળા માર્કેટમાં પણ કેટલીક કંપનીઓના શેરોએ રોકાણકારોને જબરદસ્ત નફો કર્યો છે. આવો જ એક શેર બરોડા રેયોન કોર્પોરેશન લિ.(Baroda Rayon Corporation Ltd)નો છે, જે આ વર્ષે BSE પર લિસ્ટિંગ થયા પછી લગભગ 4,400 ટકા વધ્યો છે.
શુક્રવારે BSE પર બરોડા રેયોન કોર્પોરેશનનો શેર 5 ટકા વધીને રૂ. 212.30 પર બંધ થયો હતો. પરંતુ જ્યારે આ વર્ષે 1 જૂને કંપનીના શેર BSE પર લિસ્ટ થયા ત્યારે તેમની કિંમત માત્ર 4.64 રૂપિયા હતી. આ રીતે છેલ્લા 5 મહિનામાં બરોડા રેયોન કોર્પોરેશનના શેરમાં લગભગ 4,475.43 ટકાનો વધારો થયો છે.
આનો અર્થ એ થયો કે જો કોઈ રોકાણકાર 1 જૂનના રોજ બરોડા રેયોનના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કરીને અત્યાર સુધી રોકાયો હોત તો તેનું રૂ. 1 લાખનું મૂલ્ય 4,475.43 ટકા વધીને આજે લગભગ રૂ. 45.75 લાખ થયું હોત. એટલે કે તેને માત્ર 5 મહિનામાં લગભગ 45 લાખ રૂપિયાનો ફાયદો થયો હશે.
છેલ્લા એક મહિનામાં બરોડા રેયોનના શેરનો ભાવ રૂ. 80.30 થી વધીને રૂ. 212.30 થયો છે. આ રીતે, આ શેરે છેલ્લા એક મહિનામાં તેના રોકાણકારોને 164.38 ટકા નફો કર્યો છે. મતલબ કે જો કોઈ રોકાણકારે એક મહિના માટે પણ આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની 1 લાખ રૂપિયાની કિંમત વધીને 2.64 લાખ રૂપિયા થઈ ગઈ હોત.
કંપની વિશે
બરોડા રેયોન કોર્પોરેશન એ ગુજરાત-મુખ્ય મથક ધરાવતી ટેક્સટાઇલ કંપની છે, જેને સંગ્રામ સિંહ ગાયકવાડ (ભૂતપૂર્વ બરોડા રાજવી પરિવારના વારસદાર) દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. 1958 માં શરૂ થયેલી, કંપનીને બરોડાના ભૂતપૂર્વ મહારાજા ફતેહસિંહ રાવ ગાયકવાડ દ્વારા લેવામાં આવી હતી. તેમના મૃત્યુ પછી સંગ્રામ સિંહ ગાયકવાડ હવે આ કંપનીની કમાન સંભાળી અને તેઓ તેમના પુત્ર પ્રતાપસિંહ ગાયકવાડ તેના સીઈઓ છે.
કંપની વિસ્કોસ ફિલામેન્ટ રેયોન યાર્ન, સલ્ફ્યુરિક એસિડ, કાર્બન ડી-સલ્ફાઇડ, એનહાઇડ્રસ સોડિયમ સલ્ફેટ અને નાયલોન યાર્નના ઉત્પાદનમાં રોકાયેલ છે. કંપનીની વર્તમાન માર્કેટ કેપ 486.41 કરોડ રૂપિયા છે.