Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ જણાવ્યા ડીજીટલ કરન્સી સામેના પડકારો, કહ્યું – વધી શકે છે સાયબર ફ્રોડ

RBI on digital currency: RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ડિજિટલ કરન્સી સામે સૌથી મોટો પડકાર સાયબર સુરક્ષા અને ડિજિટલ ફ્રોડ છે.

RBI એ જણાવ્યા ડીજીટલ કરન્સી સામેના પડકારો, કહ્યું - વધી શકે છે સાયબર ફ્રોડ
RBI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 6:46 PM

RBI on digital currency: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikant Das) બુધવારે જણાવ્યું હતું કે ડિજિટલ કરન્સી સાથે સાયબર સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડી (digital fraud) મુખ્ય પડકારો છે. આરબીઆઈ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) તરફ આગળ વધતાં તેમણે આ વાત કહી. મોનેટરી પોલિસી રિવ્યુ બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા દાસે કહ્યું, “સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફ્રોડ નવી વ્યવસ્થામાં મુખ્ય પડકારો છે. આપણે આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે.”

તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા નકલી કરન્સી અંગે ચિંતા રહેતી હતી. સીબીડીસીના કિસ્સામાં આ પ્રકારની વસ્તુઓ થઈ શકે છે. આનો સામનો કરવા માટે મજબૂત સુરક્ષા માળખાની સાથે અન્ય જરૂરી પગલાં લેવાની જરૂર પડશે. ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે કહ્યું કે બે પ્રકારના સીબીડીસી હશે. પ્રથમ હોલસેલ અને બીજી છૂટક હશે. જથ્થાબંધ ડિજિટલ ચલણના કિસ્સામાં, ઘણું કામ કરવામાં આવ્યું છે, જ્યારે છૂટક કેસ થોડો જટિલ છે અને તેમાં થોડો સમય લાગશે.

આવતા વર્ષે પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી

રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી
સારા તેંડુલકર દરિયા કિનારે કેમ જાય છે?

નોંધનીય છે કે આરબીઆઈએ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે,  તેણે CBDC પર વિશ્વની અન્ય મુખ્ય સેન્ટ્રલ બેંકોની સાથે સરકારી ચલણ તરીકે કામ શરૂ કર્યું છે. રિપોર્ટ અનુસાર, આરબીઆઈ આવતા વર્ષની શરૂઆતમાં આ મામલે પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવાનું વિચારી રહી છે.

CBDC વર્તમાન ચલણનું ડિજિટલ સ્વરૂપ હશે

શંકરે સ્પષ્ટતા કરી હતી કે CBDC વર્તમાન પેપર કરન્સીનું ઇલેક્ટ્રોનિક વર્ઝન હશે. તેમણે એમ પણ કહ્યું કે આ કેસમાં ડિજિટલ ફ્રોડ અને સાયબર રિસ્કને લઈને મોટા પડકારો છે. તેમણે કહ્યું, “હોલસેલ એકાઉન્ટ આધારિત કેસમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. રિટેલ મુદ્દો જટિલ છે અને તેમા સમય લાગશે. જે પણ પહેલા તૈયાર થશે, તેને પ્રાયોગિક ધોરણે બહાર પાડવામાં આવશે.”

ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવાની કોઈ યોજના નથી

સરકારના મતે ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવાની કોઈ યોજના નથી. કેન્દ્રીય નાણામંત્રીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકાર બિટકોઈનને ચલણનો દરજ્જો નહીં આપે. નાણા મંત્રાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા CBDC પર વિચાર કરી રહી છે. તે કોઈપણ ક્રિપ્ટોકરન્સી જેવું નહીં હોય, તેનું સ્વરૂપ પૈસા કે રૂપિયા જેવું નહીં હોય, પરંતુ તે સંપૂર્ણપણે ડિજિટલ હશે.

આ પણ વાંચો :  Forbes Most Powerful Women: અમેરિકાની જેનેટ યેલેનને પાછળ છોડીને નાણામંત્રી નિર્મલા સીતારમણ બન્યા ભારતના સૌથી શક્તિશાળી મહિલા

g clip-path="url(#clip0_868_265)">