AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmala Sitharaman Updates : બેડ બેંક અને ડેટ મેનેજમેન્ટ કંપનીની કરાઈ જાહેરાત, જાણો કેવી રીતે કરશે કામ

નિર્મલા સીતારમણે આજે બેડ બેંકની જાહેરાત કરી હતી. આ બેંકની જાહેરાત 2021 ના ​​બજેટમાં કરવામાં આવી હતી. આ બેંકને સરકાર તરફથી 30 હજાર 600 કરોડની ગેરંટી મળશે.

Nirmala Sitharaman Updates : બેડ બેંક અને ડેટ મેનેજમેન્ટ કંપનીની કરાઈ જાહેરાત, જાણો કેવી રીતે કરશે કામ
બેડ બેંકને સરકાર તરફથી લગભગ 31 હજાર કરોડની ગેરંટી મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:45 PM
Share

કેબિનેટની બેઠકના બીજા દિવસે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણની (Nirmala Sitharaman) મહત્વની બેઠક યોજાઈ હતી. પત્રકાર પરિષદ યોજીને આજની બેઠક અંગે માહિતી આપવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બેડ બેંક જેને એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની કહેવામાં આવે છે તેની જાહેરાત કરી હતી.

સરકાર આ બેંક માટે 30 હજાર 600 કરોડની ગેરંટી આપશે. 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. લગભગ 2 લાખ કરોડની એનપીએ (NPA) બેડ બેંકમાં ટ્રાન્સફર થશે. પ્રથમ તબક્કામાં આ અંતર્ગત 90 હજાર કરોડની એનપીએ ટ્રાન્સફર કરવામાં આવશે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, બેડ બેંક ઉપરાંત એક ડેટ મેનેજમેન્ટ કંપની પણ બનાવવામાં આવી છે. જાહેર ક્ષેત્રની બેન્કો બેડ બેન્કમાં 51 ટકા હિસ્સો અને ડેટ મેનેજમેન્ટ કંપનીમાં 49 ટકા હિસ્સો ધરાવશે. બેંકોની નાણાંકીય સ્થિતિ અંગે નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા છ વર્ષમાં 5 લાખ કરોડથી વધુની રીકવરી કરવામાં આવી છે.

માર્ચ 2018 થી 3 લાખ કરોડથી વધુની રીકવરી થઈ છે. 1 લાખ કરોડ તો માત્ર રાઈટ-ઓફ કરીને આપવામાં આવેલી લોનમાંથી વસૂલવામાં આવ્યા છે. છેલ્લા છ વર્ષમાં બેંકોની સંપત્તિમાં ઘણો સુધારો થયો છે.

બેડ બેંક અથવા એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની બેંકોની બેડ લોન ખરીદી લે છે અને પછી પોતાની રીતે તેની ઉઘરાણી કરશે. સામાન્ય રીતે, જ્યારે કોઈ બેડ બેંક એક બેડ લોનને ખરીદે છે, ત્યારે તે માત્ર 15 ટકા રોકડ તરીકે ચૂકવે છે. બાકીના 85% સુરક્ષા રસીદના રૂપમાં છે. આ સુરક્ષા રસીદના રૂપમાં 30600 કરોડની સરકારી ગેરંટી જાહેર કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે બેંકોની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. 2018 માં, દેશમાં 21 જાહેર ક્ષેત્રની બેન્કો હતી અને માત્ર 2 બેન્કો નફાકારક હતી. 2021 માં માત્ર બે બેંકોએ ખોટ નોંધાવી છે. આ દર્શાવે છે કે બેંકોની બેલેન્સશીટમાં ઘણો સુધારો થયો છે.

બેંકોને સતત રીકેપીટલાઈઝ કરવામાં આવી છે

નાણામંત્રીએ એમ પણ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં બેંકો દ્વારા દર વર્ષે હજારો કરોડનું રીકેપીટલાઈઝ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2017-18માં 90 હજાર કરોડ, નાણાકીય વર્ષ 2018-19માં 1.06 લાખ કરોડ, 2019-20માં 70 હજાર કરોડ, 2020-21માં 20 હજાર કરોડ અને ચાલુ નાણાકીય વર્ષ માટે 20 હજાર કરોડની જાહેરાત કરવામાં આવી છે.

આ સિવાય ઇન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની સ્થાપના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની બેન્કોનો આ કંપનીમાં 49 ટકા હિસ્સો રહેશે, બાકીનો હિસ્સો ખાનગી કંપનીઓ પાસે રહેશે.

શું છે બેડ બેંક 

બેડ બેંક એ બેંક નથી, બલ્કે તે એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની (ARC) છે. બેંકોની બેડ લોન આ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે. આ સાથે બેન્કો વધુ લોકોને સરળતાથી લોન આપી શકશે અને તેનાથી દેશના આર્થિક વિકાસને વેગ મળશે.

સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા બેંકમાંથી લોન લઈને ભરપાઈ નથી કરતા ત્યારે લોન ખાતાને બંધ કરી દેવામાં આવે છે. આ પછી, તેના નિયમો અનુસાર રીકવરી કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં, તેની રીકવરી શક્ય નથી અથવા જો તે થઈ પણ હોય તો પણ તે ન થયા બરાબર હોય છે. પરિણામે, બેંકોના પૈસા ડૂબી જાય છે અને બેંક ખોટમાં જાય છે.

આ પણ વાંચો :  Share Market : નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યું શેરબજાર , SENSEX 58900 અને NIFTY 17555 પર નજરે પડયો

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">