AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યું શેરબજાર , SENSEX 58900 અને NIFTY 17555 પર નજરે પડયો

BSEમાં 2,431 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,705 શેર ફાયદા સાથે અને 618 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 260 લાખ કરોડને પાર કરી ગઈ છે.

Share Market : નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યું શેરબજાર , SENSEX 58900 અને NIFTY 17555 પર નજરે પડયો
Stock Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 9:50 AM
Share

વીકલી એક્સપાયરીના દિવસે શેરબજાર નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યું છે.આજે સેન્સેક્સ(Sensex) 58,881 પોઇન્ટની સપાટીએ ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty) 17,539 પોઇન્ટ પર કારોબાર શરૂ કર્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 170 અંક વધીને 58,892 પર અને નિફ્ટી 50 અંક વધીને 17,570 પર વેપાર કરતા નજરે પડી રહ્યા છે.

આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર્સ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે અને 7 શેર લાલ નિશાનમાં નજરે પડ્યા છે. ઇન્ડેક્સમાં ઇન્ડસઇન્ડ બેંકના શેર 3% થી વધુ અને ITC ના શેર સાથે વેપાર કરી રહ્યા છે. બીજી બાજુ ટાઇટનના શેરમાં થોડો ઘટાડો દેખાયો છે.

BSEમાં 2,431 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,705 શેર ફાયદા સાથે અને 618 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 260 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 476 પોઈન્ટ વધીને 58,723 અને નિફ્ટી 139 પોઈન્ટ વધીને 17,519 પર બંધ થયો હતો.

આજે વૈશ્વિક બજારના સંકેત સારા મળી રહ્યા છે. ડાઉ ગઈકાલે 237 પોઈન્ટ ઉછળ્યો હતો . ઇન્ડેક્સ 34800 ની ઉપર બંધ રહ્યો હતો. S&P 500, Nasdaq 0.75%થી વધુ વધ્યો છે. બીજી બાજુ એનર્જી શેરોમાં મજબૂત તેજી હતી અને ઇન્ડેક્સ 3% વધ્યોહતો. 10 વર્ષના યુએસ બોન્ડ યીલ્ડ 1.29%છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 3% ઉછળ્યું છે અને 75 ડોલર પ્રતિ બેરલ પાર કરી ગયું છે.

આજે એશિયાના મોટાભાગના બજારોમાં વેપાર નબળાઈ સાથે જોવા મળી રહ્યો છે. SGX NIFTY 18.50 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. નિક્કેઈ 0.53 ટકા ઘટીને 30,350.43 ની આસપાસ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સ 0.27 ટકાનો વધારો જોઈ રહ્યો છેજ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.26 ટકાની મજબૂતાઈ સાથે કારોબાર કરી રહ્યો છે.

કેન્દ્રીય કેબિનેટની બુધવારના થયેલ એક મહત્વની બેઠકમાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ભારત સરકારે કેબિનેટની બેઠકમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે 26,058 કરોડ રૂપિયાની PLI યોજનાને મંજૂરી આપી છે. આ સાથે સરકારે ટેલિકોમ સેક્ટર (Telecom Sector) માં 100 ટકા FDI ને મંજૂરી આપી છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે પત્રકાર પરિષદમાં આની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : GST Council : આવતીકાલે નાણામંત્રીની અધ્યક્ષતામાં 45 મી GST Council meeting મળશે, જાણો ક્યા મુદ્દા રહેશે કેન્દ્રસ્થાને ?

આ પણ વાંચો : શરાબના શોખીનો માટે અગત્યના સમાચાર : વેક્સીન સર્ટિફિકેટ વગર સરકારી વાઇનશોપ દારૂ આપશે નહિ , જાણો કોણે કર્યો આદેશ

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">