હાઈકોર્ટના ન્યાયાધીશનો પગાર કેટલો હોય છે? 

21 માર્ચ, 2025

દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના રહેણાંક બંગલામાં મોટી રકમ રોકડ મળી આવતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે.

આ ઘટના પછી, ઘણા લોકો વિચારી રહ્યા હશે કે, હાઈકોર્ટના ન્યાયાધીશને કેટલો પગાર મળે છે? આ ઉપરાંત, ભથ્થાં, પેન્શન અને ગ્રેચ્યુઇટી તરીકે કેટલા પૈસા મળે છે.

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને તેમના ન્યાયાધીશોના પગારમાં છેલ્લે જાન્યુઆરી 2016માં સુધારો કરવામાં આવ્યો હતો.

ન્યાય વિભાગ અનુસાર, હાઇકોર્ટના ન્યાયાધીશને દર મહિને 2.25 લાખ રૂપિયાનો પગાર મળે છે.

જો આપણે પેન્શનની વાત કરીએ તો, હાઈકોર્ટના ન્યાયાધીશોને 13.50 લાખ રૂપિયા પેન્શન મળે છે, જ્યારે તેમને 20 લાખ રૂપિયા ગ્રેચ્યુઈટી મળે છે.

જો આપણે ભથ્થાંની વાત કરીએ તો, ન્યાયાધીશોને 6 લાખ રૂપિયાનું ફર્નિશિંગ ભથ્થું અને મૂળ પગારના 24% ઘર ભાડું ભથ્થું મળે છે.

આ ઉપરાંત, ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને અલગથી સમ્પ્ચ્યુરી એલાઉન્સ મળે છે જેથી તેઓ વિવિધ સરકારી અને સામાજિક બેઠકો સંબંધિત ખર્ચ (આતિથ્ય)નું સંચાલન કરી શકે.

હાઈકોર્ટના ન્યાયાધીશોને દર મહિને 27,000 (Sumptuary Allowance) રૂપિયાનું ભથ્થું મળે છે.

હાઈકોર્ટના ન્યાયાધીશોના પગાર અને ભથ્થા રાજ્યોના એકીકૃત ભંડોળમાંથી (Consolidated Fund of the States) ચૂકવવામાં આવે છે. જોકે, હાઈકોર્ટના ન્યાયાધીશોના પેન્શનનો ખર્ચ ભારતના સંકલિત ભંડોળમાંથી થાય છે.