Nifty All Time High : સપ્તાહના છેલ્લા સત્રની તેજી સાથે શરૂઆત, Nifty 15,455 સુધી ઉછળ્યો

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર(Share Market)ને જોરદાર શરૂઆત મળી છે.

Nifty All Time High : સપ્તાહના છેલ્લા સત્રની તેજી સાથે શરૂઆત, Nifty 15,455 સુધી ઉછળ્યો
Nifty આજે તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
Follow Us:
| Updated on: May 28, 2021 | 10:54 AM

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર(Share Market)ને જોરદાર શરૂઆત મળી છે. આજે નિફ્ટી ઓલ-ટાઇમ હાઈ (Nifty All Time High ) સ્તર પર પહોંચ્યો હતો. નિફ્ટી ગઈકાલના બંધ સ્તરથી 83.55 પોઇન્ટ ઉપર ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન તે 15,455 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો.

આજે સેન્સેક્સ પણ પ્રારંભિક કારોબારમાં મજબૂત સ્થિતિમાં નજરે પડ્યો હતો. ઇન્ડેક્સ 266.05 પોઇન્ટ વધારા સાથે ખુલ્યો હતો. આજે સેન્સેક્સ 51,381.27 ના સ્તર ઉપર ખુલ્યા બાદ 51,477.05 સુધી ઉપ સ્તરે જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦.૨૫ વાગે બજાર        સૂચકઆંક         વધારો સેન્સેક્સ    51,368.63    +253.41  નિફટી      15,431.60     +93.75 

Protein : નોનવેજ નથી ખાતા?! તો આ 5 વેજિટેરિયન ચીજોથી વધારો શરીરમાં પ્રોટીન
આજનું રાશિફળ તારીખ : 15-12-2024
Jyotish Shastra : વર્ષની છેલ્લી પૂર્ણિમા પર આ 4 રાશિના લોકો થશે ધનવાન!
રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ, લિસ્ટ જોઈ ચોંકી જશો
અંબાણી પરિવારની Radhika Merchant નું આ લિસ્ટમાં આવ્યું નામ
ભારતના 100 રૂપિયા થાઈલેન્ડમાં કેટલા થઈ જાય ?

શેરબજારમાં સારી ખરીદી થઇ છે. નિફ્ટીના મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો મજબૂતી દેખાડી રહ્યા છે. મેટલ કંપનીઓના શેરમાં ખરીદીથી બજારને ટેકો મળી રહ્યો છે. નિફ્ટીના આઇટી અને ફાર્મા સૂચકાંકો સિવાય, અન્ય તમામ ક્ષેત્રના સૂચકાંકો મજબૂત છે.

આ અગાઉ છેલ્લા સત્રમાં ગુરુવારે બજારમાં નજીવો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 97.70 પોઇન્ટ વધીને 51,115.22 પોઇન્ટ બંધ રહ્યો હતો.બીજીતરફ નિફ્ટીએ 36.40 પોઇન્ટ વધીને 15,337.85 ની સપાટીએ કારોબાર બંધ કર્યો હતો.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી સારા ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે.

આજના પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ SENSEX Open    51,381.27 High    51,477.05 Low     51,298.89

NIFTY Open   15,421.20 High    15,455.55 Low     15,405.45

g clip-path="url(#clip0_868_265)">